રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ હસ્તક કમિશ્નર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ ગાંધીનગર પ્રેરિત જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી જામનગર દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત બાળ પ્રતિભા શોધ સ્પર્ધા જિલ્લા કક્ષાએ શાળા નં. 18 જામનગર વિભાગ-અ વયજુથ 7 થી 10 વર્ષમા તૃપ્તિ ઓડીચ (વક્તૃત્વ), દેવાંશી પાગડા (એકપાત્રિય અભિનય), બિંદિયા ખરા (નિબંધ), તૃપ્તિ લિંબડ (સર્જનાત્મક કાર્ય), વિભાગ-બ વયજુથ 11 થી 13 વર્ષમા મકવાણા જાનવી (લગ્નગીત), રોશની સોનગરા (નિબંધ), જ્યોતિ મોઢા (સર્જનાત્મક કાર્ય), ગોપી વારોતરિયા (એકપાત્રિય અભિનય), જાડેજા રાજેશ્રીબા (વક્તૃત્વ) અને ખુલ્લો વિભાગ વયજુથ 7 થી 13 વર્ષમાં ગુજરાતી કંચન (દુહા-છંદ-ચોપાઇ), નકુમ હીના (લોકવાર્તા), અંજુ શાહ (લોકગીત) ભાગ લઇને પોતાની પ્રતિભા રજૂ કરીને શાળાનું ગૌરવ વધાર્યુ હતું.
આ છાત્રોને જયેશભાઇ દલસાણિયા, રંજનબેન નકુમ, શીલાબેન નિમાવત, મંજુબેન જાદવ, દીપાલીબેન જોશી, હિરલબેન પંડયા અને રીનાબેન દેસાણીએ માર્ગદર્શન આપ્યું હતું. શાળાનાં આ બાળ સ્પર્ધકો, માર્ગદર્શકો અને કન્વીનરોને શાળાનું ગૌરવ વધારવા બદલ આચાર્ય દિપક પાગડાએ શાળા પરીવાર વતી આમ આ સિધ્ધિને િબરદાવવામાં આવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.