આપઘાત:ધ્રોલના ખાખરામાં પતિએ મજાક કરતાં ઝેર પી લેતા પરિણીતાનું મોત

જામનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • રાજકોટની સિવિલ હોસ્પિટલમાં સારવારમાં દમ તોડ્યો, પરિવારમાં કલ્પાંત છવાયો

ધ્રોલના ખાખરામાં પતીએ મજાક કરતાં પરપ્રાંતીય પરિણીતાએ ઝેર ગટગટાવી લેતા સારવારમાં રાજકોટ સીવીલે ખસેડાયા હતાં જ્યાં સારવારમાં તેમનું મોત થયું હતું જે બનાવ અંગે પોલીસે અકસ્માતે મૃત્યુની નોંધ કરી તપાસ હાથ ધરી છે.ધ્રોલના ખાખરામાં સીમ વિસ્તારમાં રહેતા અને મૂળ એમપીના મમતાબેન દિનેશભાઇ ખરાડી (ઉ.વ.35) ગત રોજ ઘરે હતાં ત્યારે ઝેરી દવા ગટગટાવી લીધી હતી. જેમને તાત્કાલિક સારવારમાં રાજકોટ સીવીલે ખસેડાતા સારવારમાં મૃત્યુ થયું હતું.

આ બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે ધ્રોલ પોલીસને જાણ કરતા સ્ટાફ સીવીલે દોડી આવ્યો હતો. અને કાગળો કરી મૃતદેહને પીએમમાં ખસેડી આપઘાતના કારણ અંગે પરિવારની પૂછપરછ હાથ ધરી હતી. વધુમાં મહિલાના પુત્રએ જણાવ્યું હતું કે ગત રોજ પરિવાર સાથે ઘરે બેઠા હતાં ત્યારે તેના પિતાએ માતાની મજાક ઉડાવતા તેમને માઠું લાગી આવતા રૂમમાં જઈ ઝેરી ચોક ખાઈ લીધી હતી. મૃતક પરિવાર સાથે ખાખરાના દિનુ મહારાજનિ વાડીએ રહી મજૂરી કામ કરતાં હતાં. તેમજ સંતાનમાં ત્રણ પુત્રો હતાં જેમને માતાની છત્રાછાયા ગુમાવતા કલ્પાંત છવાયો હતો.

અન્ય સમાચારો પણ છે...