તપાસ:ધ્રાફા ગામે ઝેરી દવા પી યુવાને આયખું ટુંકાવ્યું

જામનગર5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કારણ જાણવા પોલીસે હાથ ધરી તપાસ

જામજોધપુર તાલુકાના ધ્રાફા ગામમાં રહેતા યુવાને અકળ કારણોસર વાડીમાં ઝેરી દવા પી આયખું ટૂંકાવી લીધું છે આ બનાવની પોલીસને જાણ કરતા જામજોધપુર પોલીસે તપાસ આદરી છે.આ બનાવની શેઠવડાળા પોલીસ મથકેથી જાણવા મળતી વિગત અનુસાર જામજોધપુર તાલુકાના ધ્રાફા ગામમાં રહેતા અને મજૂરી કામ કરતા રાજુભાઈ બાબુભાઈ પરમાર નામના 22 વર્ષીય યુવાને અકળ કારણો સર વાડીમાં જંતુનાશક દવા પી લઇ આત્મહત્યાનો પ્રયાસ કરતા તાત્કાલિક સારવાર અર્થે જામજોધપુરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ નિપજયું હોવાનું જાહેર કરાયું હતું.

આ બનાવ અંગે મૃતકની માતા સવિતાબેન બાબુભાઈ પરમારે પોલીસને જાણ કરતાં શેઠવડાળા પોલીસે મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવના પગલે મૃતકના પરીવારમાં શોક છવાયાે હતો.

અન્ય સમાચારો પણ છે...