અરેરાટી:ધરમપુરમાં વેલ્ડીંગ કામ વેળા નળી ફાટતા દાઝેલા યુવાનનું સારવારમાં મૃત્યુ નિપજ્યું

ખંભાળિયાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અલગ અલગ બનાવમાં બે યુવાનોના અપમૃત્યુ
  • ખંભાળિયા તાલુકાના સીમાણી કાલાવડમાં ચુલાની ઝાળે દાજી જતા યુવકે જીવ ખોયો

દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા પંથકમાં જુદા જુદા બનાવમાં બે યુવાનોના અપમૃત્યુ નિપજયા હતા.ધરમપુરમાં વેલ્ડીંગ કામ કરતી વેળા અકસ્માતે નોઝલની નળી ફાંટતા ગંભીર રીતે દાઝી ગયેલા યુવાનનુ સારવારમાં મૃત્યુ નિપજયુ હતુ. પોલીસસુત્રોમાંથી મળતી વિગત મુજબ ખંભાળીયાની ભાગોળે ભાણવડ પાટિયા નજીક ગંગા જમના હોટલ પાસે અનવરભાઈ ઇસમભાઈ ભડેલા (ઉ.વ.41) ગેસ વેલ્ડીંગની દુકાનમાં ગત તા.26/11ના રોજ સાંજના ચારેક વાગ્યાના સુમારે વેલ્ડીંગ કામ કરી રહયા હતા.

જે વેળાએ અકસ્માતે ગેસ વેલ્ડીંગની નોજલની નળી ફાટતા અનવરભાઈ દાઝી ગયા જતા તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવારમાં તેનુ મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવની અકરમભાઈ ઈસમભાઈ ભંડેલાએ ખંભાળિયા પોલીસને જાણ કરતા પોલીસ ટૂકડી તાત્કાલિક દોડી ગઈ હતી અને મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી મૃતકના પરિજનનું નિવેદન નોંધી બનાવની વધુ તપાસ હાથ ધરી છે.

જયારે અપમૃત્યુના અન્ય એક બનાવમાં ખંભાળીયા તાલુકાના સીમાણી કાલાવડ ગામે રહેતા બાબુભા લખુભા ચુડાસમા નામનો યુવાન ગત તા.14ના રાત્રીના કોઈપણ સમયે અકસ્માતે ચૂલામાં દાઝી જતા આખા શરીરે સળગી જતા તેનું મૃત્યુ નીપજ્યું હોવાનુ પોલીસ સમક્ષ જાહેર થયું છે. આ બનાવ અંગે મનહરબા બાલુભા ચુડાસમાએ પોલીસને જાણ કરતા સલાયા મરીન પોલીસે મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવી મૃતકના પરિજનનું નિવેદન નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવ ગત તા.14મીના રાત્રિથી તા.15 ડિસે.ના સવાર સુધીના સમયગાળા દરમિયાન બન્યો હોવાનું જાહેર થયું છે.

અન્ય સમાચારો પણ છે...