• Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • In Devbhoomi Dwarka's Salaya, A Person Built A Big Boat On The Registration Of A Small Boat, Complaint Of Misuse Of Registration Number

પોલીસ કાર્યવાહી:દેવભૂમિ દ્વારકાના સલાયામાં એક શખ્સે નાની બોટના રજિસ્ટ્રેશન પર મોટી બોટ બનાવી લીધી, રજિસ્ટ્રેશન નંબરનો દુરુપયોગ થતા ફરિયાદ

જામનગર12 દિવસ પહેલા
  • કૉપી લિંક
માછીમારી બોટની ફાઈલ તસવીર - Divya Bhaskar
માછીમારી બોટની ફાઈલ તસવીર
  • તંત્રને ખોટી માહિતી આપવા અંગે વહાણવટી યુવાન સામે પોલીસની કાર્યવાહી

દેવભૂમિ દ્વારકા જામ ખંભાળિયા તાલુકાના સલાયા ગામે અહેમદ નગર વિસ્તારમાં રહેતા અને વહાણવટી ના વ્યવસાય સાથે સંકળાયેલા આમીન આમદભાઈ હાજી હુસેન સુંભણીયા નામના 42 વર્ષના મુસ્લિમ વાઘેર યુવાન દ્વારા પૂર્વ આયોજિત કાવતરુ રચી અને એક આસામી પાસેથી નાની બોટ લઈ અલ મકદુમી નામના ચોક્કસ રજિસ્ટેશન નંબરના કાગળો ખરીદી કરી અને ઉપરોક્ત નાની બોટ ના રજીસ્ટ્રેશનના કાગળો ઉપર પોતે મોટી બોટ બનાવી લીધી હતી.

ત્યારબાદ માછીમારી કરવા માટે નાની બોટના રજીસ્ટ્રેશન કાગળોનો ગેરકાયદેસર રીતે ઉપયોગ કરી ફિશરીઝ ગાર્ડ પાસે નોંધ કરાવી આ વિભાગમાં ઉપરોક્ત પોતાના નામે કરવા માટેની અરજી કરી હતી. જ્યારે આમ તો ખોટી માહિતી આપીને ખોટા નામની બોટથી માછીમારી બોટ દ્વારા એકાદ માસ સુધી ઉપરોક્ત દ્વારા માછીમારી કરવામાં આવી હોવાનું સામે આવી ખુલ્યું છે. બનાવ અંગે જિલ્લા એસ.ઓ.જી પોલીસ ને એએસઆઈ હરદેવસિંહ જાડેજા ની ફરિયાદ પરથી સલાયા મરીન પોલીસે આમીન આમદ હાજી હુસેન તથા અન્ય સંડોવાયેલા શખ્સો સામે ipc કલમ 465,468,471, તથા 120 બી મુજબ ગુનો નોંધી પોલીસ દ્વારા આગળની તપાસ પી.આઈ પી બી ઝાલા દ્વારા હાથ ધરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...