તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડિમોલિશન:દેવભૂમિ દ્વારકામાં 2 દિવસમાં દબાણ દૂર કરી 80 કરોડની 30,000 ચો.મી. જમીન ખૂલ્લી કરાવાઈ

જામનગરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • તંત્રએ 145 નાના-મોટા અનઅધિકૃત દબાણ દૂર કર્યા

યાત્રાધામ દ્વારકામાં બે દિવસમાં જિલ્લા વહીવટીતંત્રએ દબાણ દૂર કરી 80 કરોડની 30000 ચોરસ મીટર જમીન ખુલ્લી કરાવી છે. તંત્રએ ગોમતીઘાટ, નેશનલ હાઇવે અને ચરકલા રોડ પર તંત્રએ 145 નાના-મોટા અનઅધિકૃત દબાણ દૂર કરતા દબાણકારોમાં દોડધામ સાથે ફફડાટ ફેલાયો છે. દ્વારકા જગતમંદિરની બાજુમાં ગોમતીધાટ પર પ્રવાસન વિભાગે બનાવેલા પીલોર ખારાશના કારણે જર્જરીત થતા આ પીલર તંત્ર દ્વારા શનિવારે દુર કરાયા હતા.

નેશનલ હાઇવે પર આવેલા 35 દબાણો દુર કરી રોડ પરની 16000 ચોરસ મીટર જગ્યા ખુલ્લી કરવામાં આવી હતી. બીજા દિવસે એટલે કે રવિવારે જિલ્લા વહિવટી તંત્રએ ગેરકાયદેસર દબાણો હટાવવાની કામગીરી કરવામાં આવી હતી. જેમાં નેશનલ હાઇવે તથા ચરકલા રોડ પરનાં 110 જેટલા મોટા દબાણો દુર કરી અંદાજે 80 કરોડની કિંમતની 30000 ચોરસ મીટર જમીન ખુલ્લી કરવામાં આવી હતી. વહીવટી તંત્રની આ સતર્કતાથી દબાણકારોમાં દોડધામ મચી જવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો