તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શિયાળુ પાક:દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 1, 40, 396 હેક્ટરમાં ખેડૂતોએ રવિ પાકનું વાવેતર કર્યું

દ્વારકા8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સિંચાઈની પૂરતી વ્યવસ્થા હોવાથી ખેડૂતો હજુ પણ પૂરજોશમાં વાવેતર કરી રહ્યા છે

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હાલ ખેડૂતો રવિ પાકનું વાવેતર કરવામાં વ્યસ્ત જોવા મળી રહ્યા છે.19 નવેમ્બરની સ્થિતિએ હાલ દ્વારકા જિલ્લામાં 140396 હેક્ટરમાં રવિ પાકનું વાવેતર થયું છે.જિલ્લામાં કલ્યાણપુર તાલુકામાં સૌથી વધુ જીરાનું 38835 હેક્ટરમાં વાવેતર નોંધાયું છે.મહત્વનું છે કે,ઓણસાલ પુરતા પ્રમાણમાં વરસાદ થવાથી સિંચાઇની વ્યવસ્થા હોવાથી હોવાથી હજુ રવિ પાકનું વાવેતર વધશે તેમ ખેડૂતો અને ખેતીવાડી શાખા દ્વારા જણાવાયું છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં દર વર્ષની સરખામણીએ ઓણસાલ રવિ પાકનું વાવેતર વધી શકે તેમ હાલના આંકડા પરથી ફલિત થઇ રહ્યું છે.19 નવેમ્બરની સ્થિતિએ દ્વારકા જિલ્લામાં અત્યાર સુધીમાં 140396 હેક્ટરમાં રવિ પાકનું વાવેતર નોંધાયું છે.ખેડૂતોને આ વર્ષે સિંચાઇની પુરતી વ્યવસ્થા હોવાથી હજુ પણ ખેડૂતો પુરજોષમાં રવિ પાકનું વાવેતર કરી રહ્યા છે.

હાલ જિલ્લાના ભાણવડ તાલુકામાં 22471 તેમજ દ્વારકામાં 3204 અને કલ્યાણપુરમાં 58753 તથા ખંભાળિયામાં 55968 હેક્ટરમાં વાવેતર થયું છે.કલ્યાણપુર તાલુકામાં અત્યાર સુધીમાં સૌથી વધારે રવિ પાકનું વાવેતર થયું છે.

અન્ય સમાચારો પણ છે...