આરોગ્ય વિભાગની કામગીરી:દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 96 લોકોનું કોરોના ટેસ્ટિંગ કરાયું, ભાણવડમાં સૌથી વધુ 73નું પરીક્ષણ થયું

જામનગર14 દિવસ પહેલા
  • કૉપી લિંક

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ચારેય તાલુકા, મથક વિસ્તારમાં બુધવારે આરોગ્ય તંત્ર દ્વારા 96 લોકોનું કોરોના ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું જેમાં એકપણ પોઝિટિવ કેસ સામે આવ્યો ન હતો. જિલ્લાના ભાણવડ પંથકમાં આરોગ્ય તંત્રની ટીમો દ્વારા સૌથી વધુ 73 લોકોનું કોરોના ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું.

જ્યારે જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા તાલુકામાં 13 લોકો તેમજ કલ્યાણપુર તાલુકામાં 6 અને દ્વારકા તાલુકામાં 4 લોકોનું આરોગ્ય વિભાગની ટીમો દ્વારા કોરોના ટેસ્ટિંગ કરાયું હતું. દિવસ દરમિયાન જિલ્લાના ચારેય તાલુકાઓમાં મળીને 96 લોકોના આરોગ્ય પરીક્ષણ દરમિયાન કોઈપણ પોઝિટિવ કેસ સામે આવ્યો ન હતો જેના પગલે તંત્ર અને લોકોએ રાહતનો અહેસાસ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...