મારામારી:દડિયામાં બાઈકના હપ્તા બાબતે 4 શખસોએ યુવાનને માર માર્યો

જામનગર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

જામનગરના દડિયા ગામના યુવાને ઓળખીતાને હપ્તા ભરવા આપેલા પૈસા શખ્સને ન ભરીને યુવાનના ઘરે રાત્રીના કારમાં 4 શખસોએ આવીને યુવાન પર છરી વડે હુમલો કરીને શરીરે ઇજા પહોંચાડીને જ્ઞાતિ પ્રત્યે હડધુત કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.

દડિયા ગામમાં રહેતા જયસુખભાઇ ઉર્ફે જય દાનાભાઇ મકવાણા (ઉ.વ.28) નામના યુવાને ફાયનાન્સમાંથી બાઇક હપ્તે છોડાવી હતી અને બાઇકના બેે હપ્તા ચડત થઇ ગયા હતા. જેથી યુવાને હપ્તા ભરવા માટે આરોપી ધર્મેન્દ્ર કોળીને રૂા.10 હજાર આપ્યા હતા. જે રૂપિયા આરોપીએ ન ભરતા યુવાન પરત રૂપિયાની ઉઘરાણી કરી હતી. જેથી શખસ ઉશ્કેરાઇ ગયો હતો અને ગત તા.31ના રાત્રીના દસેક વાગ્યે આરોપી ધર્મેન્દ્ર કોળી અને 3 અજાણ્યા શખસો કાર લઇને યુવાનના ઘરે આવ્યા હતા. ઘરે આવી કહેલ કે તું પૈસાની ઉઘરાણી કેમ કરે છે. તેમ કહીને પથ્થર વડે યુવાનને ઇજા પહોંચાડી હતી અને સાથે રહેલા ત્રણ અજાણ્યા શખસોએ છરી વડે હુમલો કરીને યુવાનને હાથમાં ઇજા પહોંચાડી હતી અને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરીને નાસી છુટયા હતા.