તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • In Corona's Case, A Scuffle Broke Out Between The Assistant Commissioner And A Woman Corporator. The Officer Said, "Meet Me After The Meeting."

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જીભાજોડી:કોરોનાના કેસ મામલે આસિસ્ટંટ કમિશનર અને મહિલા કોર્પોરેટર વચ્ચે ઉગ્ર બોલાચાલી, અધિકારીએ કહ્યું- 'મીટિંગ પછી મળો', કોર્પોરેટરે કહ્યું-'ગેટ આઉટ કોને કહે છે, નથી જવું'

જામનગર9 દિવસ પહેલા
  • આસિસ્ટંટ કમિશનરની ચાલુ બેઠકે મહિલા કોર્પોરેટર ઘૂસી જતા બબાલ

જામનગરમાં ગુરૂવારે વોર્ડ નં.4 ના કોંગ્રેસના નગરસેવિકા રચનાબેન નંદાણિયા બપોરના 12 વાગ્યાની આસપાસ મનપામાં પ્રવેશતા દરવાજા પર લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવતા હોય તેમાં પોઝિટિવ આવેલા દર્દીઓને ઘેર મોકલાવામાં આવતા હોવાની તેણીને જાણ થઇ હતી.

આ સમયે મનપાના આસીસ્ટન્ટ કમિશ્નર ભાર્ગવ ડાંગર પણ હાજર હોય નગરસેવિકાએ કોરોનાના દર્દીને સીધો ધેર મોકલાવથી અન્ય લોકોને અસર પડશે અને તૂટેલા મંડપના કારણે કીટ બગડતી હોવા મુદે રજૂઆત કરતા બંને વચ્ચે શાબ્દીક ટપાટપી થઇ હતી. ત્યારબાદ આસી.કમિશ્નર ઓફીસમાં જતાં નગરસેવિકા ત્યાં ધસી ગયા હતાં અને ઉગ્ર રજૂઆત કરતાં બંને વચ્ચે તું તું મે મે થતા અને આસી કમિશ્નરને નગરસેવિકાને ઓફીસની બહાર જવાનું કહેતા અફડાતફડી મચી ગઇ હતી. બનાવની જાણ થતાં કોંગી નગરસેવકોએ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશ્નરની કચેરી બહાર ધરણાં કરી આવેદનપત્ર પાઠવી આસી.કમિશ્નર સામે પગલાંની માંગ કરી છે.

જામનગર શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી દરરોજ કોરનાના રેકોર્ડબ્રેક કેસ નોંધાઈ રહ્યા છે. ત્યારે આજે મનપાના આસિસ્ટંટ કમિશનર ડો. ભાર્ગબ ડાંગર ની અન્ય અધિકારીઓ સાથે કોરોનાની સ્થિતિને લઈ બેઠક ચાલી રહી હતી. આ સમયે જ વોર્ડ નંબર 4ના મહિલા કોર્પોરેટર રચનાબેન નંદાણીયા ઓફિસમાં આવી પહોંચ્યા હતા. રચનાબેને આક્ષેપ કરતા કહ્યું હતું કે, હોસ્પિટલમાં કોરોનાના સાત દર્દીઓ પોઝિટિવ આવ્યા હોવા છતા તેઓને ઘરે મોકલી દેવામા આવે છે.

આસિસ્ટન્ટ કમિશનર અને અધિકારી વચ્ચે મીટિંગ ચાલી રહી હતી ત્યારે કોર્પોરેટર પહોંચ્યા મને બેસી ગયા
આસિસ્ટન્ટ કમિશનર અને અધિકારી વચ્ચે મીટિંગ ચાલી રહી હતી ત્યારે કોર્પોરેટર પહોંચ્યા મને બેસી ગયા

આસિસ્ટંટ કમિશનર અને કોર્પોરેટર વચ્ચે ઉગ્ર બોલાચાલીકોરોના મુદ્દે બેઠક ચાલુ હોય આસિસ્ટંટ કમિશનરે કહ્યું હતું કે, બેઠક બાદ હું મુલાકાત આપીશ. તો બીજી તરફ મહિલા કોર્પોરેટર પોતાની રજૂઆત માટે અડગ રહ્યા હતા અને અધિકારીની ઓફિસમાં ખુરશી પર બેસી જઈ રજૂઆત કરી હતી.

કોર્પોરેટર ની રજૂઆત
કોર્પોરેટર ની રજૂઆત

જેના કારણે અધિકારી કહ્યું હતું કે, તમે આ બધુ મીડિયા માટે કરી રહ્યા છે. અધિકારીએ કોર્પોરેટરને ઓફિસ બહાર જવાનું કહ્યું હતું પણ કોર્પોરેટરે ઓફિસ બહાર જવાનો ઈન્કાર કરી દીધો હતો.

મહિલા કોર્પોરેટરનું અધિકારીએ અપમાન કર્યાનો વિપક્ષનો આક્ષેપ
આસિસ્ટન્ટ કમિશનર ડો. ભાર્ગવ ડાંગર અને કૉંગ્રેસના મહિલા કોર્પોરેટર રચનાબેન નંદાણીયા વચ્ચે ઉગ્ર બોલાચાલી થયા બાદ વિપક્ષે કમિશનરને આવેદનપત્ર પાઠવી તેની કચેરી સામે જ ધરણા યોજ્યા હતા. મહિલા કોર્પોરેટરનું અપમાન કરનાર અધિકારી સામે પગલાં લેવાની વિપક્ષે માગ કરી છે.

અધિકારી સામે પગલાં લેંવાની માગ સાથે વિપક્ષે ધરણા યોજ્યા
અધિકારી સામે પગલાં લેંવાની માગ સાથે વિપક્ષે ધરણા યોજ્યા

મિટિંગ ચાલુ હોવા છતાં ઘૂસી આવ્યા
મનપામાં આવતા લોકોના રેપીડ ટેસ્ટ થતાં હોય તે મંડપ વચ્ચે જગ્યા હોવાથી તડકો આવતા કીટ બગડી જવાની નગરસેવિકાએ રજૂઆત કરતા સાંજ સુધીમાં નિકાલ થઇ જશે તેમ જણાવ્યું હતું. આમ છતાં તેઓ કોરોનાના નોડલ ઓફીસર સાથે મીટીંગ ચાલુ હતી ત્યારે ઓફીસની અંદર ધસી આવ્યા હતાં અને ઉગ્રતાપૂર્વક રજૂઆતો કરી હતી. > ભાર્ગવ ડાંગર, આસીસ્ટન્ટ કમિશ્નર, જામનગર મહાપાલિકા.

ગેટ આઉટ કહી આસિ. કમિશ્નરે ઉદ્ધત વર્તન કર્યું
મનપામાં આવતા લોકોના કોરોના ટેસ્ટ થતાં હોય તે રજીસ્ટર ચેક કરતાં 95 થી 97 ટેસ્ટમાંથી પોઝિટિવ આવેલા 5થી 7 લોકોને સીધા ઘેર મોકલાતા હતાં. મંડપ તૂટી ગયો હતો, કીટ બગડી જવા મુદે રજૂઆત કરતા આસી. કમિશ્નર જવાબ આપ્યા વગર ઓફીસમાં જતાં રહ્યાં હતાં. ઓફીસમાં જઇ રજૂઆત કરતા ગેટ આઉટ કહી સિકયુરીટીને બોલાવાનું કહી ઉદ્ધત વર્તન કર્યું હતું. > રચનાબેન નંદાણિયા, કોંગી નગરસેવિકા, વોર્ડ નં.4.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

    વધુ વાંચો