વિશિષ્ટ આકર્ષણ:‘છોટી કાશી’માં આજે ભગવાન પરશુરામજી કરશે નગરચર્યા

જામનગર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અલગ અલગ 40 ફલોટસ શોભાયાત્રામાં જોડાશે
  • સુપ્રસિદ્ધ કથાકાર રમેશભાઇ ઓઝા શોભાયાત્રાને પ્રસ્થાન કરાવશે

જામનગર જીલ્લા તથા શહેર સમસ્ત બ્રહ્મસમાજ પરીવાર દ્રારા આજે અખાત્રીજ પરશુરામ જન્મ જયંતિના દિવસે ભવ્ય શોભા યાત્રા નિકળશે.જેમાં અલગ-અલગ કુલ 40 જેટલા ફલોટસ જોડાશે. જેમાં બેટી બચાવ સંદેશ સાથેનો ફલોટસ, 10 ખુલ્લી બગીઓમાં વિવિધ અવતારોમાં આશરે 140 બાળકો વેશભુષામાં અલગ-અલગ ફલોટસમાં પરીવાર સાથે જોડાશે. બ્રહ્મસમાજની મહિલાઓ દ્રારા નવદુર્ગાના અવતારનુ ફલોટસ આકર્ષણનુ કેન્દ્ર રહેશે.આ સાથે જ સણગારેલા, ઘોડા, ઉટગાડી, સણગારેલી સાયકલ, ટ્રકમાં ખાસ બાહ્મણોના સંત,મહાપુરૂષના ફલોટસ, ત્રણ ડીજે સાઉન્ડ સાથે રહેશે.

પરશુરામ શોભાયાત્રા મંગળવારે સાંજે 5 કલાકે બાલા હનુમાનજી મંદિર તળાવની પાળેથી જાણીતા ભાઈશ્રી રમેશભાઈજી ઓઝા દ્રારા પ્રસ્થાન કરાશે. જેમાં બ્રહ્મસમાજના વિવિધ ક્ષેત્રેના અગ્રણીઓ અને આગેવાન મોટી સંખ્યામાં હાજર રહેશે. સુપ્રસિધ્ધ ભાગવત કથાકાર ભાઈશ્રી ઓઝાનુ સામૈયુ તથા સ્વાગત 11 કુમારીકા દ્રારા કરવામાં આવશે. શોભાયાત્રામાં જાણિતા હાસ્યકલાકાર સાંઈરામ દવે ખાસ ઉપસ્થિત રહેશે. જયારે પરશુરામ જયંતિના દિવસે સવારે બ્રહ્મણોના ઈષ્ટદેવ પરશુરામજીની સોડસોપ્ચાર પુજા કાશીવિશ્વનાથ મંદિર ખાતે સવારે 9 વાગે થશે.

પરશુરામ શોભાયાત્રા બાલા હનુમાનજી મંદિર તળાવની પાળથી પ્રસ્થાન કરીને હવાઈ ચોક, સેન્ટ્રલ બેંક, માંડવી ટાવર ચોક, ચાંદી બજાર, દિપક ટોકીઝ, પંજાબ બેંક, વંડા ફળી, પંચેશ્વર ટાવર ખાતે પુર્ણાહુતી થશે. સેન્ટ્રલ બેન્ક પાસે ત્યાંના ભુદેવ મિત્ર મંડળ, બ્રહ્મસમાજ અને સ્થાનિક વેપારીઓ દ્રારા શોભાયાત્રાનુ સ્વાગત કરાશે. ટાઉનહોલ ખાતે શોભાયાત્રાની પુર્ણાહુતિ વખતે ધર્મસભા યોજાશે બાદ બ્રહ્મસમાજ માટે મહાપ્રસાદનુ આયોજન કરવામાં આવ્યુ છે.

શોભાયાત્રામાં વિવિધ આકર્ષણ

  • પરશુરામ ભગવાનનો ફલોટસ ખાસ ડેકોરેટીંગ-લાઈટીંગ સાથે રહેશે,પાલખીમાં ભગવાન પરશુરામ બીરાજશે.
  • સ્કેટીંગના નયન ત્રિવેદીની ટીમ દ્રારા બ્રહ્મ બાળકો, યુવાનો દ્રારા સ્ટેડીંગ સાથે જોડાશે
  • મુખ્ય માર્ગો પર શોભાયાત્રા બાદ કચરો ન રહે માટે આયોજક ટીમ દ્રારા ખાસ સફાઈ કામગીરી કરાશે.
  • વંડાફળી પંચેશ્વર ટાવર નજીક મહાદેવહર મિત્રમંડળના યુવાનો દ્રારા ભવ્ય આતશબાજી કરાશે.​​​​​​​
  • બ્રહ્મસમાજની મહિલા પાંખ દ્રારા ખાસ પહેરવેશ સાથે રાસ રજુ કરશે.​​​​​​​
  • દાંડીયા એકેડમીના સંચાલકો,ટીમ દ્વારા જુદી જુદી કૃતિઓ,ખાસ રાસ રજુ પણ કરવામાં આવશે.​​​​​​​
  • દિપક ટોકીઝ પાસે મુસ્લિમ અગ્રણી અલ્લુભાઈ પટેલ, ટીમ દ્રારા શોભાયાત્રાનુ સ્વાગત કરાશે.

ખંભાળિયામાં પરશુરામજીની શોભાયાત્રા
ભગવાન પરશુરામજી જ્યંતીએ મંગળવારે ખંભાળીયા બ્રહ્મ સમાજ દ્વારા વિવિધ કાર્યક્રમ યોજાશે.ભગવાન પરશુરામ તથા દ્વારકાધીશજીનું શાસ્ત્રોક્ત પૂજન કરાશે. સન્નારી ગ્રૂપ દ્વારા દીપ આરંભ, મિત્રમંડળ દ્વારા પુષ્પવૃષ્ટિ સાથે શોભાયાત્રા પ્રસ્થાન પામી નગર ગેઇટ, નવાપરા માર્ગ, જોધપુર ગેઇટ, નગર ગેઇટ થઈ ઔદિચ્ય બ્રાહ્મણ બ્રહ્મપુરીમાં મહા આરતી સાથે સમાપન થશે.

અન્ય સમાચારો પણ છે...