તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મારામારી:રામેશ્વરનગર વિસ્તારના ચમનચોકમાં પાંચ વ્યક્તિઓએ બે યુવાનોની હત્યા નીપજાવવાનો પ્રયાસ કર્યો

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાંચેય શખ્સો સામે હત્યા પ્રયાસ અને રાયોટીંગ સંબંધીત ફરિયાદ કરાઇ

જામનગરમાં રામેશ્વરનગર વિસ્તારમાં ચમનચોકમાં ગત રાત્રીના પાંચ શખ્સોએ ત્રણ યુવાનો પર તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરી બે યુવાનોની હત્યા નિપજાવવાનો પ્રયાસ કરતા સનસનાટી મચી જવા પામી છે. સીટી બી ડિવિઝન પોલીસે આ બનાવ અંગે પાંચેય શખ્સો સામે હત્યા પ્રયાસ અને રાયોટીંગ સંબંધીત ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

પાંચ શખ્સોએ લોખંડના પાઇપ, લાકડાના ધોકા અને તલવાર વડે હુમલો કર્યો

જામનગરમાં રામેશ્વરનગર વિસ્તારમાં આવેલ ચમન ચોકમાં બળદેવસિંહ ઉર્ફે લાલો સાહેબજી જાડેજા, ધનરાજસિંહ નવલસિંહ જાડેજા, હરપાલસિંહ ઝાલા, મેઘરાજસિંહ ઝાલા અને આદિત્ય બારોટ નામના ચાર યુવાનો પર પ્રદિપસિંહ મનુભા ચુડાસમા, રવિરાજસિંહ ગુલાબસિંહ જાડેજા, યોગરાજસિંહ ગુલાબસિંહ સોઢા, મયુરસિંહ તથા શકિતસિંહ સહિતના પાંચ શખ્સોએ લોખંડના પાઇપ, લાકડાના ધોકા અને તલવાર વડે હુમલો કરી મારામારી કરી હતી.

બનાવને અંજામ આપી આરોપીઓ નાશી છુટયા હતા

આ બનાવમાં ચારેય યુવાનોને હાથ-પગ અને શરીરના ભાગે ઇજા પહોંચતા તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હરપાલસિંહ, મેઘરાજસિંહ અને આદિત્ય બારોટને આરોપી મેઘરાજસિંહએ છરી ના ઘા મારી દીધા હતા. જેમાં આદિત્યને પેટના ભાગે તથા મેઘરાજસિંહને જમણી બાજુના ખંભાના ભાગે તથા હરપાલસિંહને બાવળાના ભાગે ગંભીર ઇજાઅ પહોંચી હતી. આ બનાવને અંજામ આપી આરોપીઓ નાશી છુટયા હતા. જયારે સારવાર લીધા બાદ બળદેવસિંહ જાડેજાએ તમામ શખ્સો સામે સીટી બી ડિવિઝન પોલીસ દફતરમાં આઇપીસી કલમ 307, 323, 324, 325, 504, 506(2), 143, 144, 147, 148 અને જીપીએકટ 135(1) મુજબ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

    વધુ વાંચો