• Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • In Case Of Theft Of More Than 77,000 From A House In Mota Thawria, Seven Including Three Women And Two Tabrias Were Arrested Along With The Goods.

ચોરીનો ભેદ ઉકેલાયો:મોટા થાવરિયામાં મકાનમાં થયેલી 77 હજારથી વધુની ચોરી મામલે મુદ્દામાલ સાથે ત્રણ મહિલા અને બે ટાબરિયા સહિત સાત ઝડપાયા

જામનગર19 દિવસ પહેલા
  • કૉપી લિંક

જામનગર તાલુકાના મોટા થાવરીયા ગામમાં એક રહેણાંક મકાનમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલવામાં એલસીબીની ટીમને સફળતા મળી છે. આ મામલે ત્રણ મહિલા તથા બે ટાબરીયા સહિત કુલ સાત શખ્સોની અટકાયત પોલીસે કરી લીધી છે, અને તેઓ પાસેથી રોકડ રકમ, ચોરાઉ દાગીના, અને રીક્ષા વગેરે કબજે કર્યા છે.
બંધ મકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા
આ દરોડાની વિગત એવી છે કે, જામનગર તાલુકાના મોટા થાવરીયા ગામમાં રહેતા નિતેશભાઇ પ્રેમજીભાઈ જાગાણીના રહેણાક મકાનમાંથી ગત 28 ઓક્ટોબરથી 7 નવેમ્બર સુધીના સમયગાળા દરમિયાન ચોરી થઈ હતી, એને કોઈ તસ્કરોએ બંધ રહેલા મકાનના તાળા તારા તોડી અંદરથી રૂપિયા 77,500ની માલમત્તાની ચોરી કરી લઈ ગયા હતા.
​​​​​​​પોલીસે ચોરીનો મુદ્દામાલ જપ્ત કર્યો
જે ચોરીની ફરિયાદ નોંધાવ્યાં પછી જામનગરની લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ હરકતમાં આવી હતી અને ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે. ચોરીમા સંડોવાયેલી ત્રણ મહિલાઓ સંગીતાબેન ઉર્ફે ભૂરી રાજુભાઈ લક્ષ્મીબેન ઉર્ફે લક્ષ્મી મુકેશભાઈ જખારીયા, તેમજ અનસોયાબેન ઉપેન્દ્રભાઈ મુખરજી, તેમજ રોહિત રાજુભાઈ મકવાણા અને પીયૂસ ઉર્ફે રવિભાઈ સોની તથા બે ટાબરીયાઓ સહીત સાત લોકોની અટકાયત કરી લીધી છે. પોલીસે તેઓ પાસેથી સોનાનો ચેન, વીંટી, પેન્ડલ, ઓમકા૨ સહિત રોકડ રકમ, સોનાના ઘરેણા તેમજ 287 ગ્રામ ચાંદી, ઉપરાંત 29 હજાર રૂપિયાની રોકડ રકમ અને એક ઓટો રીક્ષા વગેરે કબજે કરી લીધા છે, અને તમામની વધુ પૂછપરછ ચલાવવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...