જામનગર શહેરમાં રખડતા ઢોરના આતંકના CCTV બે દિવસ પહેલા સામે આવ્યા બાદ મનપા તંત્રની ઊંઘ ઉડી છે. કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડી ઢોરને રસ્તા પર ખુલ્લા મુકી દેનારા માલિકો સામે કડક કાર્યવાહીના આદેશ આપ્યા છે. વ્યકિતના જાનમાલના કિસ્સામાં ઢોર માલિક સામે IPC 304 મુજબ કાર્યવાહી કરાશે. વળતર પણ ઢોર માલિકે ચૂકવવું પડશે.
જામનગર શહેરના રણજીતરોડ પર આવેલી ચૌહાણ ફળી શેરી નંબર2માં બે દિવસ પહેલા એક રખડતી ગાયે મહિલાને અડફેટે લઈ ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. આ મહિલા હજી પણ સારવાર હેઠળ છે. ગાયના આતંકના ચોંકાવનારા દ્રશ્યો CCTVમાં કેદ થયા બાદ વાઈરલ થતા મનપાની કામગીરી સામે સવાલો ઉઠ્યા હતા. ત્યારે હવે મનપા દ્વારા આ મામલે જાહેરનામું બહાર પાડી પોતાના પશુઓને રખડતા છોડી મુકનારા ઢોર માલિકો સામે કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે.
કમિશનર દ્વારા શહેરમાં રખડતા પશુઓને પકડી દૂર કરવા માટે પણ આદેશ આપવામા આવ્યો છે. શ્રાવણ માસ દરમિયાન રસ્તા પર પશુઓેને ઘાસચારો નાખવામા ના આવે તેનું ધ્યાન રાખવા પણ તાકીદ કરવામા આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.