નેશનલ હેમ રેડિયો ફિલ્ડ ડેની ઉજવણી:આપાતકાલીન સ્થિતિમાં ફક્ત 10 મિનિટમાં સંદેશા વ્યવહાર કરવાનું નિદર્શન કરાયું

જામનગર/પાટણ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 23 દેશોમાં લાઈવ સંપર્ક કરી માહિતી પ્રદાન કરાઈ

કુદરતી આપદા વખતે સંચાર સેવા કરતા હેમ રેડિયોની ગુજરાત ટીમ દ્વારા તાજેતરમાં 3 દિવસ હેમ રેડિયો ફિલ્ડ ડે ઉજવાયો હતો. જામનગરના ગોપનાથ પર્વત (ઉંચાઇ- 1300 ફૂટ) પરથી સ્કુલ-કોલેજના 150થી વધારે વિદ્યાર્થીઓ તથા રસ ધરાવતા જાગૃત નાગરિકો સમક્ષ આપાતકાલીન સ્થિતિમાં ફક્ત દસ મિનિટમાં સંદેશા વ્યવહાર કેમ પ્રસ્થાપિત કરવો તેનું નિદર્શન કરી જુદા જુદા એન્ટેના બનાવવાની રીત, એન્ટેના ઇસ્ટોલેશન, વાતચીત માટેના નિયમો, ક્યુ-કોડ, પાવર માપવાની રીત, એન્ટેના ટ્યુનિંગનું રસપ્રદ નિદર્શન કર્યુ હતુ.

પાટણ જિલ્લાના વતની અને અમદાવાદ ખાતે સરકારી પોલીટેકનીક, અમદાવાદના વ્યાખ્યાતા નાનુભાઇ નાડોદા તથા તેમની ટીમે પોતે બનાવેલા એન્ટેના અને સેટ સાથે ડુંગર ચડીને 3 દિવસ ગોપનાથ પર્વતની ટોચ પર રોકાઈ ફક્ત 25 વૉટ જેટલા પાવરની સોલર પેનલ અને બેટરીનો ઉપયોગ કરીને દેશ અને દુનિયાના વિવિધ ખંડો જેવા કે યુરોપ, અમેરિકા,આફ્રિકા, એશિયાના 23 દેશોમાં તથા ગુજરાતના અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, જામનગર, ભાવનગર, સુરત, વલસાડ, વિગેરે સ્થળોએ અન્ય હેમ રેડિયો ઓપરેટર સાથે ટુ વે સંપર્ક કરી ટેકનીકલ મહિતીનું આદાન - પ્રદાન કર્યું હતું.

એન્ટેના ટ્યુનિંગનું રસપ્રદ નિદર્શન કર્યુ
પાટણ જિલ્લાના સમી તાલુકાના માત્રોટા ગામના વતની નનુભાઈ નાડોદા અને ટીમના સભ્યો ઘનશ્યામસિંહ પરમાર, અશોકભાઈ ખાચર ,વિઠ્ઠલભાઈ અજમેરા, કે. કે. પટેલ અને અતુલ રાવલે આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. સુરતના હેમ નિષ્ણાત અશોકભાઇએ ખુબજ ઓછા પાવરથી ચાલતા ડિજીટલ મોડનું સ્થળ પર ડેમોસ્ટ્રેશન કરાયું હતું.

અન્ય સમાચારો પણ છે...