જામનગર શહેરમાં 5 દિવસ પૂર્વે ધોળેદિવસે થયેલી ચીલઝડપની ઘટનામાં પોલીસે બંને આરોપીઓને CCTVના આધારે ઝડપી પાડ્યા છે.
શહેરના સત્યમ કોલોની વિસ્તારમાં આવેલી ઓશવાળ સોસાયટીમાં રહેતા મહિલા તેના ઘર પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે જ બાઈક પર આવેલા બે શખ્સો મહિલાના ગળામાંથી સોનાના ચેઈનની ચીલઝડપ કરી ફરાર થઈ ગયા હતા. આ સમગ્ર બનાવ નજીકમાં લાગેલા CCTVમાં કેદ થયો હતો.
ઘટનાની જાણ થતા જામનગર એલસીબી સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળ પર પહોંચી ગયો હતો. CCTVના આધારે આરોપીઓની ઓળખ મેળવવાનો પ્રયાસ કરાયો હતો. પોલીસને ચોક્કસ બાતમીદારો દ્વારા હકીકત મળી હતી કે, ચીલઝડપ કરનાર શખ્સો જામનગર સમર્પણ સર્કલ સ્વામિનારાયણ મંદિર પાસેથી પસાર થવાના પોલીસે બંનેને ઝડપી પાડ્યા હતા.
પોલીસે જે શખ્સોને ઝડપ્યા છે તેના નામ હિરેન ધનજીભાઈ રાઠોડ રે.સરમત અને લક્કી ડલોરેન્સ ડિસોજા રે. વેલનાથ સોસાયટી હાપાનો રહેવાસી છે. તેઓ પાસેથી ગુનામાં વપરાયેલી મોટરસાયકલ સહિત મુદ્દામાલ કબજે કર્યો હતો
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.