તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:ભીમરાણા ગામે કિશોર ઉપર સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચરાયું

ખંભાળિયા9 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
 • પોલીસે તુરંત કાર્યવાહી હાથ ધરી આરોપીની ધરપકડ માટે તજવીજ
 • ભીમરાણા ગામમાં ભારે ચકચાર: આરોપી સામે ભારે રોષ

દ્વારકા તાલુકાના ભીમરાણા ગામના એક પરિવારના કિશોર ઉપર આ જ ગામના એક દેવીપૂજક શખસે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરતા સમગ્ર મામલો મીઠાપુર પોલીસમાં પહોંચતા પોલીસે આરોપી વિરુદ્ધ પોક્સો સહિતનો ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે. આ બનાવથી નાના એવા ભીમરાણા ગામમાં ભારે ચકચાર મચી જવા પામી છે.

દ્વારકા તાલુકાના મીઠાપુર વિસ્તારમાં આવેલ ભીમરાણા ગામે એક સોસાયટીમાં રહેતા એક પરિવારના 11 વર્ષીય પુત્રને આ જ ગામના આરોપી ભાવેશ પરમાર નામના દેવીપૂજક શખ્સ એ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવાના ઇરાદે આરોપી ભાવેશના ઘર પાસેથી નીકળતા આરોપીએ કિશોરને મોઢે હાથ રાખી બળજબરી પૂર્વક તેના રૂમમાં લઈ જઈ પલંગ ઉપર સુવડાવી કિશોર સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું.

આ સમગ્ર મામલો મીઠાપુર પોલીસમાં પહોંચતા પોલીસે ભોગ બનનારના પિતાની ફરિયાદ પરથી આરોપી ભાવેશ પરમાર સામે પોક્સો સહિતની કલમ હેઠળ ગુન્હો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ બનાવથી ભીમરાણા ગામમાં સારી એવી ચકચાર મચી જવા પામી છે. તેમજ આરોપી સામે ચોતરફથી ફીટકાર વરસી રહ્યો છે.

આ સમગ્ર મામલો ત્યારે બહાર આવ્યો જ્યારે સગીર અઘટિત બનેલી ઘટના બાદ પોતાના ઘરે ગયો અને હેબતાઈ ગયો હતો જે બાદ તેના વાલીઓએ પૂછપરછ કરતા તેમને ચોંકાવનારું સત્ય જાણવા મળ્યું હતું જે બાદ તમામે સગીરને લઈ પોલીસ સ્ટેશન પહોંચી ગયા હતા અને ગુનો નોંધાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો