જામનગરમાં લીપણ કલાને જીવંત રાખવાના પ્રયાસના ભાગરૂપે યોજાયેલા વર્કશોપમાં 85 સ્પર્ધકોએ ભાગ લીધો હતો. સ્પર્ધકોએ માટીથી બનાવેલી ડીઝાઇન રંગ અને આભલાથી દીપી ઉઠી હતી. ભાગ લેનાર સ્પર્ધકોને પ્રમાણપત્ર અપાયા હતાં.
જામનગરમાં લાખોટ કોઠા સ્થિત પુરાતત્વીય સંગ્રહાલય દ્વારા આઝાદીકા અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે લીપણ કલાને જીવંત રાખવાના ભાગરૂપે અનુભૂતિ લીપણ કામ બે દિવસીય વર્કશોપનું આયોજન કરાયું હતું. લીપણ કામ એટલે માટી અને ઉંટના છાણના મિશ્રણનો ઉપયોગ કરીને બનતા કાદવથી લીપણ કરી ઘરની અંદરનો ભાગ ઠંડો કરતું રાહત કાર્ય છે.
આ પરંપરાને જીવંત રાખવાના ભાગરૂપે યોજાયેલા વર્કશોપમાં 10 થી 66 વર્ષના 85 લોકોએ ભાગ લીધો હતો. જેમાં માટીથી તૈયાર કરેલી ડીઝાઇન આભલા અને રંગથી દીપી ઉઠી હતી. ગીતાબેન રાઠોડ અને કલાકારોએ તૈયાર કરેલી ડીઝાઇનનું ત્રણ દિવસ પ્રદર્શન યોજાયું હતું. સ્પર્ધકોને પ્રમાણપત્ર અપાયા હતાં.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.