પોલીસ તપાસ:જામનગરના અલિયાબાડામાં બીમારીને પગલે યુવતીનું મોત, વધુ પડતું લોહી વહી જતા હોસ્પિટલમાં મૃત્યુ

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

જામનગરના અલીયા ગામેં સ્ત્રીરોગ ભોગવતી યુવતીને જી.જી. હોસ્પિટલમાં દાખલ કરતા તેણીનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજયું છે. આ અંગે પાંચકોશી એ ડિવિઝન પોલીસ મથકેથી જાણવા મળતી વિગત અનુસાર જામનગર તાલુકાના અલિયા ગામમાં વિરાણી ચોક પાસે રહેતી રંજનબેન છગનભાઈ પરમાર નામની 19 વર્ષની યુવતી કે જે છેલ્લા ત્રણેક વર્ષથી માસિકની તકલીફની બીમારીથી પીડાતી હતી.

જેથી તેણીને વધુ પડતો રક્તસ્ત્રાવ થઈ જતો હતો. તેની દવા ચાલુ હતી.દરમિયાન આજથી 15 દિવસ પહેલાં વધારે પડતી માસિકની તકલીફ થતાં સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.જ્યાં સારવાર દરમિયાન તેણીનું મૃત્યુ નીપજયું હતું. આ બનાવ અંગે મૃતકના પિતા છગનભાઈ તેજાભાઇ પરમારે પોલીસને જાણ કરતાં પંચકોશી એ. ડીવીઝન પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ કરાવ્યું છે, અને આ બનાવ અંગેની વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...