તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઈમ:અલિયામાં ભાઈએ પ્રેમલગ્ન કર્યાનો ખાર રાખી હોટલધારક યુવક પર હુમલો કરાયો

જામનગર22 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
 • રાજકોટમાં સ્થાયી યુવક વતનમાં સામાજિક કામસર જતા3 શખસોએ માર માર્યો

જામનગરના અલીયા ગામે ગયેલા રાજકોટના હોટલ ધારક યુવક પર ત્રણ શખ્સે લોખંડના પાઇપ વડે હુમલો કરી બેફામ માર મારી ધમકી આપ્યાની ફરીયાદ નોંધાઇ છે.રાજકોટમાં રહેતા અને હોટલ ચલાવતા મુળ અલીયાના વતની જીતેશભાઇ ઉર્ફે જીતુ નાગદાનભાઇ મકવાણા નામના યુવાને પોતાના પર લોખંડના પાઇપ વડે હુમલો કરી પગમાં ફ્રેકચર કરી જાનથી મારી નાખવાની ધમકી આપવા અંગે પંચ એ પોલીસમાં વિક્રમ લાખાભાઇ મકવાણા,

સુરેશ વરજાંગભાઇ બરબચીયા અને રાજેશ કાથડભાઇ છૈયા સામે નોંધાવી છે. ભોગગ્રસ્ત યુવાનના ભાઇએ અગાઉ આરોપી સુરેશની બહેન સાથે પ્રેમ લગ્ન કર્યા હોવાનો ખાર રાખી ત્રણેયએ એકસંપ કરી સામાજિક કામ અર્થે વતન અલીયા ગામે પહોચેલા યુવક પર આરોપી વિક્રમએ પકડી રાખી અન્ય બંનેએ પાઇપ વડે માર મારી ઇજા કર્યાનુ જાહેર થયુ છે.આ હુમલામાં ઘવાયેલા યુવાનને સારવાર અર્થે હોસ્પીટલમાં ખસેડાયો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો