ક્રાઇમ:મોટી ખાવડી નજીક ખાનગી કંપનીમાં રૂ. 2.40 લાખની વાયર ચોરીનો ભેદ ખુલ્યો

જામનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • મોટી ખાવડી નજીક ખાનગી કંપનીમાં રૂ. 2.40 લાખની વાયર ચોરીનો ભેદ ખુલ્યો

જામનગર પંથકના મોટી ખાવડી નજીક ખાનગી કંપનીમાંથી રૂ.2.40 લાખની કિંમતના કોપર વાયરની ચોરીના બનાવનો મેઘપર પોલીસે ભેદ ઉકેલ્યો હતો જેમાં ત્રણ શખ્સોને પકડી પાડી અમુક ચોરાઉ વાયર પણ કબજે કર્યો હતો.ચોરીમાં વપરાયેલા બે બાઇક જપ્ત કરી પોલીસે ત્રિપુટીના રીમાન્ડની તજવિજ હાથ ધરી છે.

જામનગર-ખંભાળીયા હાઇવે પર મોટી ખાવડી નજીક ખાનગી કંપનીમાં રૂ.2.40 લાખની કિંમતના વાયરની ચોરીની ફરીયાદ મેઘપર પોલીસ મથકમાં નોંધાઇ હતી જેની પીએસઆઇ ડી.એસ.વાઢેર અને સ્ટાફે તપાસ હાથ ધરી હતી.તપાસ દરમિયાન પોલીસે વાયર ચોરીમાં સંડોવાયેલા શખ્સો વિશે ચોકકસ બાતમી મળી હતી. જેના આધારે પોલીસે વોચ ગોઠવી શંકાસ્પદહાલતમાં ઘીરૂ મનજીભાઇ સોલંકી, અનિલ જીકાભાઇ વાઘેલા અને સની પ્રેમજીભાઇ પરમારને સકંજામાં લીધા હતા.જેની તલાશી લેતા તેના કબજામાંથી અમુક કોપર વાયરનો જથ્થો મળી આવ્યો હતો.જે ચોરાઉ હોવાનુ કબુલ્યુ હતુ.આથી પોલીસે ત્રણેયની અટકાયત કરી ચોરીમાં વપરાયેલા બે બાઇક પણ કબજે કરી ત્રિપુટીની સધન પુછપરછ માટે રીમાન્ડની તજવિજ સાથે વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.ચોરી પ્રકરણમાં પકડાયેલી ત્રિપુટી પૈકીનો સુત્રધાર અગાઉ હત્યા અને ઘરફોડી સહિતના ગુનામાં પણ પકડાઇ ચુકયો હોવાનુ પોલીસસુત્રોએ જણાવ્યુ હતુ.

અન્ય સમાચારો પણ છે...