તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચોરી:જામનગરના કાલાવડ તાલુકાના મોટા વડાળા ગામે ચોર મોબાઇલની સાથે કપડાં પણ ઉઠાવી ગયા

જામનગર14 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • મોબાઇલની તથા કાપડની બે દુકાનમાં તસ્કરોએ ચોરી કરી
 • શ્રમિક શખ્સો સામે શંકા જતા પોલીસે આગળની તપાસ હાથ ધરી

જામનગરના કાલાવડ તાલુકાના મોટા વડાળા ગામે આવેલ એક મોબાઇલની દુકાન તથા રેડીમેઇટ કાપડ સહિત બે દુકાનમાં તસ્કરો મોબાઇલ, એસેસરીઝ અને રેડીમેઇટ કાપડ સહિત રૂ.71 હજારની મતા ચોરી કરી ગયા છે. જેની પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. બે દિવસ પૂર્વે રાત્રીના થયેલ ચોરી અંગે પોલીસે શ્રમિક શખસો સામે શંકાની સોઇ તાકી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પાંચ નવા મોબાઇલ તથા ત્રણ જુના મોબાઇલ ચોરી ગયા

કાલાવડ તાલુકાથી 18 કિલોમીટર દૂર આવેલ મોટા વડાળા ગામે ચોરીનો બનાવ સામે આવ્યો છે. જેમાં સરદાર ચોકમાં રહેતા અને સંજરી ટેલીકોમ નામની દુકાન ધરાવતા સાદાપભાઇ સતારભાઇ પોપટપોત્રાની મોબાઇલની દુકાનમાં 29મીના રોજ રાત્રે તસ્કરો આવ્યા હતાં. કોઇપણ હથિયાર વડે બળપ્રયોગ કરી દુકાનનું સટર ઉંચુ કરી ઉમરાના ભાગેથી લાદી ખોદી અજાણ્યા તસ્કરો અંદર પ્રવેશ્યા હતાં. અંદર પ્રવેશેલા શખ્સોએ રીયલમીના બે નવા મોબાઇલ, ટેલકો કંપનીના બે મોબાઇલ, વિવો કંપનીનો એક મોબાઇલ સહિત પાંચ નવા મોબાઇલ તથા ટેબલના ખાનામાંથી ત્રણ જુના મોબાઇલ તેમજ મોબાઇલ એસેસરીઝ હાથવગી કરી હતી.

દુકાનમાંથી રૂ.2000ની કિંમતના નાના બાળકોના કપડા અને બે લેપટોપ લઇ ગયા

આ ઉપરાંત તસ્કરોએ બાજુમાં આવેલ સંજરી રેડીમેઇટ કાપડની દુકાનમાંથી રૂ.2000ની કિંમતના નાના બાળકોના કપડા અને બે લેપટોપ લઇ ગયા હતાં. આ બનાવ અંગે બીજા દિવસે જાણ થતાં સાદાપભાઇએ અજાણ્યા શખ્સો સામે કાલાવડ ગ્રામ્ય પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો