તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રીબેટ યોજના:શહેરમાં પખવાડિયામાં 17,241 રહિશાેએ એડવાન્સ વેરો ભર્યો, મનપાને રૂ.5.59 કરોડની આવક

જામનગર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એડવાન્સ વેરો ભરનારને રૂ.46 લાખથી વધુનું વળતર અપાયું, રીબેટ યોજના 30 જૂન સુધી

જામનગર મહાનગરપાલિકા દ્વારા શરૂ કરવામાં આવેલી રીબેટ યોજનાને સારો પ્રતિસાદ મળ્યો છે. કારણ કે, પખવાડિયામાં 17241 આસામીએ એડવાન્સ વેરો ભરતા મનપાને રૂ.5.59 કરોડની આવક થઇ છે. એડવાન્સ વેરો ભરનારને રૂ.46 લાખથી વધુનું વળતર અપાયું છે. આ યોજના 30 જૂન સુધી ચાલુ રહેશે.જામનગર મહાનગર પાલિકા દ્વારા પ્રતિવર્ષ એડવાન્સ ટેક્સ ભરનારા આસામીઓને વળતર આપવામાં આવે છે. જે અન્વયે તા. 17 મે થી આ યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ યોજના તા.30 જૂન સુધી ચાલુ રહેશે.

આ યોજનાનો તા.27 થી 31 મે એટલે કે પંદર દિવસમાં 17241 આસામીઓએ યોજનાનો લાભ લીધો હતો. જે થકી મહાનગરપાલિકાને મિલકત વેરા પેટે રૂ.4.70 કરોડ અને પાણી વેરા પેટે રૂ.89 લાખની આવક થઇ છે. યોજનામાં મિલકત વેરામાં 19999 લાભાર્થીએ રૂ.36.40 લાખ અને વોટર ચાર્જીસમાં 6242 લાભાર્થીએ રૂ.9.31 લાખનું વળતર મેળવ્યું છે.

માર્ચ 2006 પહેલાના બાકી વેરા ઉપર 100 ટકા વ્યાજ માફી અને 2006 પછીના બાકી વેરામાં 50 ટકા વ્યાજ માફી આપવામાં આવે છે. વ્યવસાય વેરામાં વ્યાજમાફીની સ્કિમ અન્વયે 650 લાભાર્થીએ લાભ મેળવી રૂ.13.26 લાખનો વ્યવસાય વેરો ભરપાઈ કર્યો હોવાનું મહાનગરપાલિકાના સૂત્રોએ જણાવ્યું

અન્ય સમાચારો પણ છે...