તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હોળી પૂર્વે દારૂ પર પોલીસની ધોંસ:8 દરોડામાં 8 શખસો 10 બોટલ, 15 લીટર દારૂ સાથે ઝડપાયા

જામનગર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • 2 શખસો ફરાર: શહેરમાં ગોકુલનગર, હિંગળાજ ચોક, બેડ, સિક્કા, જોડિયાના પીઠડ ગામે પોલીસની તવાઈ

જામનગર શહેર અને જિલ્લામાં દારૂના આઠ દરોડામાં પોલીસે આઠ જેટલા શખસોને ઝડપી પાડ્યા છે. જ્યારે ત્રણ શખસોને ફરાર જાહેર કરવામાં આવ્યા છે. શહેરના હિંગળાજ ચોક, 58 દિ. પ્લોટમાંથી દારૂની ત્રણ બોટલ લઈને નીકળેલા હિરેન રમેશભાઈ ડોડિયાને પોલીસે પકડી પાડી ગુનો દાખલ કર્યો છે. જ્યારે તે જ વિસ્તારમાંથી સુનિલ આશનદાસ મેઠવાણીને મોટરસાયકલ પર દારૂની બોટલ સાથે પોલીસે ઝડપી લીધો હતો.

ત્રીજા દરોડામાં ગોકુલનગર વિસ્તારમાંથી ભાગ્યરાજસિંહ ઉર્ફે ભાગલો હિતેન્દ્રસિંહ રાયજાદાને એક બોટલ દારૂ સાથે પકડી તેને દારૂ આપનાર દિવ્યેશ ગિરીશભાઈ ડોબરિયાને ફરાર જાહેર કરવામાં આવ્યો છે. ગોકુલનગરમાંથી જ પોલીસે દિવ્યેશ ગિરીશભાઈ ડોબરિયાને એક બોટલ દારૂ સાથે પકડી પાડ્યો હતો.

પાંચમા દરોડામાં જામનગર નજીક બેડ-સિક્કા પાટિયા પાસેથી મુન્નાભાઈ અરજણભાઈ લાલવાણીને પોલીસે દસ લીટર દેશી દારૂ તથા આઠસો લીટર આથો તથા સાધન સામગ્રી અને મોટરસાયકલ મળી કુલ રૂા.24,350ના મુદ્દામાલ સાથે પકડી પાડી ગુનો દાખલ કર્યો છે. શહેર નજીકના ધુંવાવ હાઉસીંગ બોર્ડ સોસાયટી નજીક ઈંગ્લીશ દારૂની બે બોટલ સાથે નીકળેલા યાકુબ રઝાકભાઈ બુખારીને પોલીસે પકડી દારૂબંધી ભંગનો ગુનો નોંધ્યો છે.

સાતમા દરોડામાં જામજોધપુર તાલુકાના ચુર ગામે બે બોટલ દારૂ લઈને મોટરસાયકલ પર નીકળેલા કિશન લખમણભાઈ બેરાને પોલીસે પકડી પાડ્યો હતો જ્યારે તેને દારૂ આપનાર જીવા રબારીને પોલીસે ફરાર જાહેર કર્યો હતો.આઠમા દરોડામાં જોડિયા તાલુકાના પીઠડ ગામની સીમ નજીક ભગવાનજી ઉર્ફે ભગો મોહન જીલેરિયાના કબજામાંથી પોલીસે 345 લીટર આથો અને પાંચ લીટર દેશી દારૂ મળી કુલ 2800નો મુદ્દામાલ કબજે કરી ગુનો દાખલ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો