તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સર્વે:જિલ્લામાં આઈટીઆઈમાં 4 વર્ષમાં 2,317 તાલીમાર્થીઓએ અધવચ્ચે અભ્યાસ છોડ્યો

જામનગર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અભ્યાસ છોડવા પાછળ પસંદગીના ટ્રેડ ન મળતા, નોકરી સહિતના પરિબળો કારણભૂત

જામનગર શહેર-જિલ્લામાં આઇટીઆઇમાં કોમ્પ્યુટર, ઉદ્યોગો, ઓટોમોબાઇલ, કેમિકલ, સિવિલ, ઈલેક્ટ્રીક, વાયર મેન, ફિલ્ટર, વેલ્ડર, વેબ ડિઝાઇનિંગ જેવા વિવિધ કોર્ષો ચાલી રહયા છે તદઉપરાંત મહિલાઓ માટે ખાસ આઇટીઆઇ પણ છે જેમાં મહિલા બ્યુટી પાર્લર, ફેશન ડિઝાઇનિંગ સહિતના જુદા જુદા કોર્ષો કાર્યરત છે. જામનગર શહેર-જિલ્લામાં છેલ્લા 4 વર્ષમાં આઈ ટી આઈ માં અલગ-અલગ કોર્સમાં કુલ 10,792 તાલીમાર્થીઓ અભ્યાસક્રમ માટે જોડાયા હતા.

પરંતુ મનપસંદ ટ્રેડમાં પ્રવેશ ન મળતાં, અન્ય જગ્યા પર નોકરી મળતા વિદ્યાર્થીના લગ્ન સહિતના પરિબળોને કારણે 2,317 તાલીમાર્થીઓએ અધવચ્ચેથી જ આઈટીઆઈ નો અભ્યાસ ક્રમ છોડી દિધો હોવાનું આઇટીઆઈના સૂત્રોએ જણાવ્યું હતું.

જામનગર શહેર અને જિલ્લામાં વિસ્તાર પ્રમાણે ટ્રેડનો ક્રેઝ જોવા મળ્યો
જામનગર જિલ્લામાં વિસ્તાર પ્રમાણે તાલીમાર્થીઓમાં ટ્રેડનો ક્રેઝ જોવા મળ્યું છે. ધ્રોલમાંમાં સેવિંગ ટેકનોલોજી,મોટર મશીન વ્હીકલ કોર્સમાં ઓછો રસ દાખવ્યો હતો. જ્યારે જોડિયા તાલુકામાં વર્ષ 2017 અને 2018માં વાયરમેનના કોર્સમાં તાલીમાર્થીઓ વધુ જોડાયા હતા.જ્યારે 2019માં વાયરમેનમાં વિદ્યાર્થીઓનો રસ ઓછો જોવા મળ્યો હતો. જ્યારે કાલાવડમાં વાયરમેનના કોર્સમાં વિધાર્થીઓનો રસ જોવા મળ્યો હતો. જ્યારે જામજોધપુરમાં ઈલેક્ટ્રીક,વાયર મેન ,ફિટર કોપાનો તાલીમાર્થીઓમાં ટ્રેન્ડ જોવા મળ્યો હતો. આમ, છતાં જિલ્લામાં ચાર વર્ષમાં 2317 તાલીમાર્થીઓએ અધૂરો અભ્યાસ છોડી દીધો છે.

અન્ય સમાચારો પણ છે...