કાર્યવાહી:જામનગર શહેર-જિલ્લામાં જુગારના 4 દરોડામાં 15 ઝબ્બે

જામનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દરોડા દરમિયાન 5 શખસો નાસી છૂટવામાં સફળ રહ્યા

જામનગર શહેર જિલ્લો અને કાલાવડમાં પોલીસે જુગારના ચાર દરોડા પાડી 15 શખસોને પકડી પાડયા છે, જયારે પાંચ શખસો ફરાર થવામાં સફળ થયા હતાં. જામનગર નજીકના સપડા ગામની સીમમાં ચંદુભાની વાડીમાં આંબલીના ઝાડ નીચે જાહેરમાં ઘોડીપાસાનો જુગાર રમી રહેલા હિતેશ ઉર્ફે સની રમેશભાઇ રાઠોડ, ભીખુભાઇ ઉર્ફે પભુ અમૃતલાલ લીંબડ, સમીર ઉર્ફે લસ્સી હસનભાઇ ઢાસરીયાને પોલીસે રોકડ રૂા. 11,630 સાથે પકડી પાડી ગુનો દાખલ કર્યો છે. જયારે દરોડા દરમિયાન વસીમ મલીક, નઝીર ઉર્ફે દારૂ પીંજારા, જાવેદ ઉર્ફે દાણી, જયરાજસિંહ મોહબતસિંહ પીંગળ અને જયેશ ઉર્ફે જયલો સવાસરીયા નાસી છુટતા તેમને ફરાર જાહેર કરી તેમની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

જુગારના બીજા દરોડામાં શહેરના દિગ્જામ સર્કલ પાસે કિષ્ના સવિસ સ્ટેશનની બાજુમાં જાહેરમાં તીનપતીનો જુગાર રમી રહેલા પિયુષ ગોવિંદભાઇ ડેર, સામળો કારાભાઇ સઢીયા, ગોવિદ રામસીભાઇ ચાવડા, મધુભાઇ રામભાઇ સાગઠીયા, મેઘજી રામજીભાઇ બોચીયા, હીતેષ ભગવાનજી પરમાર, મહીપાલ કેશુભાઇ રાઠોડ અને માલદે વિરાભાઇ સુવાને સીટી-સી પોલીસે રોકડ રૂા. 4,800 તથા માેબાઇલ ફોન પાંચ નંગ મળી કુલ રૂા. 28,800ના મુદ્દામાલ સાથે પકડી પાડી ધોરણસર કાર્યવાહી હાથ ધરી છે.

ત્રીજા દરોડામાં કાલાવડ પીઠડીયા ગામે રામાપીર મંદિરના પાછળ જાહેરમાં તીનપતીનો જુગાર રમી રહેલા લાલજી વિરુભાઇ વરણ, રાહુલ મુકેશભાઇ વરૂણ, ચિરાગ વિનોદભાઇ મકવાણા, મુકેશ કરશનભાઇ વરણ અને કૌશિક છગનભાઇ વરણને રોકડ રૂા. 2850 સાથે પકડી પાડી જુગાર ધારા મુજબ ગુનો દાખલ કર્યો છે. ચોથા દરોડામાં શહેરના કાલાવડ નાકા બહાર પટ્ટણીવાડની બાજુમા ઓટાલા પર એકીબેકીનો જુગાર રમી રહેલા અકબર ઇકબાલ મીનાણી અને રાજેશ પ્રેમજી સોમેયાને રોકડ રૂા. 1710 સાથે પકડી પાડી ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...