યોજનાને 12 દિવસ બાકી:33 દિવસમાં 29,175એ વેરામાં રૂા.1.14 કરોડનું વળતર મેળવ્યું

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઓનલાઇન ટેકસ પર 2 ટકા વધુ વળતર
  • એડવાન્સ મિલકત વેરો ભરતા મનપાને 17.63 કરોડની આવક

જામનગરમાં 33 દિવસમાં 29175 આસામીએ એડવાન્સ વેરો ભરી રૂ.1.14 કરોડનું વળતર મેળવ્યું છે. એડવાન્સ મિલકત વેરો ભરતા મહાનગરપાલિકાને રૂ.17.63 કરોડની આવક થઇ છે. યોજનાને 12 દિવસ બાકી રહ્યા છે. ઓનલાઇન વેરો ભરવા પર 2 ટકા વધુ વળતર મળે છે.

જામનગર મહાનગરપાલિકા દ્વારા ચાલુ નાણાંકીય વર્ષ 2022-23 અંતર્ગત એડવાન્સ વાર્ષિક મિલકત અને વોટરચાર્જની રકમ ભરપાઇ કરનાર મિલકતધારકો માટે તા.16 એપ્રિલથી 31 મે સુધી રીબેટ એટલે કે વળતર યોજના શરૂ કરવામાં આવી છે. આ વળતર યોજના અંતર્ગત તા.18 મે સુધીમાં 29175 આસામીએ મિલકત વેરામાં રૂ.1.14 કરોડનું વળતર મેળવ્યું છે. જયારે આ સમય દરમ્યાન 17.63 કરોડની મિકલત વેરાની આવક મનપાને થઇ છે. આ યોજના તા.31 મે સુધી અમલમાં હોય 12 દિવસ બાકી રહ્યા છે.

ચાલુ નાણાંકીય વર્ષ અંતર્ગત તા.1 એપ્રિલથી 18 મે સુધીમાં મિલકત વેરાની કુલ રૂ.20.75 કરોડની વસૂલાત થવા પામી છે. તદઉપરાંત તા.31 માર્ચ 2006 રેન્ટબેઇઝ પધ્ધ્તિ મુજબ બાકી રોકાતી મિલકત અને પાણી વેરાની રકમ ઉપર 100 ટકા વ્યાજ માફી યોજના તેમજ તા.1-4-2006 થી કારપેટબેઇઝ પધ્ધતિ મુજબ બાકી રોકાતી મિલકત અને પાણી વેરાની સાથેસાથ વ્યવસાય વેરાની રકમ ઉપર 50 ટકા વ્યાજ રાહત યોજના ચાલુ હોય તેનો લાભ લેવા કરદાતાઓને અનુરોધ કરાયો છે. ઓનલાઇન ટેકસ ભરવા પર 2 ટકા વધુ વળતર આપવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...