તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
જામનગરમાં સપ્તાહના પ્રારંભ સાથે જ લઘુતમ તાપમાનમાં ક્રમશ: વધારો થતા સતત ત્રીજા દિવસે તિવ્ર ઠંડીનુ જોર ઘટયુ હતુ.શહેરમાં 24 કલાકમાં જ રાત્રીનુ તાપમાન વધુ અઢી ડિગ્રી વધી જતા પારો 15.5 ડિગ્રીએ સ્થિર થયો હતો.જેના પગલે એકાદ સપ્તાહથી શિત પ્રકોપના સંકજામાં સપડાયેલા જનજીવને આંશિક રાહત અનુભવી હતી.ભેજનુ પ્રમાણ વધી 76 ટકાએ પહોચી જતા સવારે ધુમ્મસનુ ગાઢ આવરણ છવાયુ હતુ.
જામનગરમાં ગત સપ્તાહમાં હાડ ધ્રુજાવતી ઠંડીના મુકામ બાદ ગત સોમવારથી ઠંડીનુ જોર ધીરે ધીરે ઘટયુ હતુ.તેમાં બુધવારે રાત્રીનુ તાપમાન વધુ અઢી ડિગ્રી ઉંચકાયુ હતુ અને પારો 15.5 ડિગ્રી પર પહોચી ગયો હતો.જેથી તિવ્ર ઠંડીથી જનજીવને આંશિક રાહતનો અહેસાસ કર્યો હતો.
બીજી બાજુ જામનગરમાં લગભગ પખવાડીયા બાદ દિવસનુ તાપમાન પણ 30 ડિગ્રીને આંબી જતા બપોરે હુંફાળુ વાતાવરણ રહયુ હતુ. ભેજનુ પ્રમાણ વધીને 76 ટકાએ પહોચી જતા વહેલી સવારે ઝાકળ વર્ષાના કારણે અમુક માર્ગો ભીંના થયા હતા.જયારે ધુમ્મસનુ ગાઢ આવરણ પણ છવાતા ઘોરીમાર્ગો પર આવા ગમન કરતા વાહનચાલકોએ હાલાકીનો અહેસાસ કર્યો હતો.જામનગરમાં મોર્નિગ વોક કરતા શહેરીજનોએ વસવારે આહલાદક વાતાવરણનો અહેસાસ કર્યો હતો.
પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.