જામનગરમાં ઠંડી વધી:24 કલાકમાં પારો વધુ 2 ડિગ્રી ગગડીને 14.5 પર પહોંચી ગયો

જામનગર13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સોમવારે મહત્તમ તાપમાન 32 ડિગ્રી નોંધાયું હતું

જામનગર શહેર જિલ્લામાં ધીરેધીરે શિયાળો જામી રહ્યો છે. સોમવારે લઘુતમ તાપમાનમાં એકાએક 2 ડિગ્રીનો કડાકો થતા લઘુતમ તાપમાન 14.5 ડિગ્રી નોંધાયું હતું. આથી શહેરીજનોએ સવારે અને રાત્રે વાતાવરણમાં ટાઢોડાનો અહેસાસ કર્યો હતો. જામનગર શહેર-જિલ્લામાં છેલ્લા સપ્તાહથી લઘુતમ તાપમાનમાં વધારો ઘટાડો જોવા મળી રહ્યો છે. ગત 24 કલાકમાં ઠંડીનો પારો 2 ડિગ્રી નીચે સરકી જતા લોકોએ ઠંડીનો અહેસાસ કર્યો હતો. .

રવિવારે લઘુત્તમ તાપમાન 16.5 ડિગ્રી નોંધાયું હતું. જે સોમવારે એકાએક ઘટીને 14.5ડિગ્રીએ સ્થિર થયું હોવાથી મોડી રાત્રે તેમજ વહેલી સવારે જનજીવનને એસી પંખા બંધ કરવાની તેમજ રાત્રે ગરમ વસ્ત્રનો સહારો લેવાની ફરજ પડી હતી.સોમવારે ઠંડીનો પારો બે ડિગ્રી નીચે સરકતા મધ્ય દિવસ સુધી ગરમીમાંથી રાહત મેળવી હતી. જોકે સોમવારે મહત્તમ તાપમાન 32 ડીગ્રી નોંધાતા શહેરીજનોએ સૂર્યનારાયણનો હળવો મિજાજ પણ અનુભવ્યો હતો. છેલ્લા એક સપ્તાહથી લઘુતમ તાપમાન ધીમે ધીમે નીચે સરકતા શિયાળાના આગમન સાથે હવે ધીરે-ધીરે ઠંડીનું જોર પણ વધશે તેવું અનુમાન હવામાન વિભાગ દ્વારા દર્શાવ્યુ છે. ઠંડી સાથે સુસવાટા વાડા પવનને કારણે મોડી સાંજ બાદ વાતાવરણમાં ટાઢોડું છવાયું હતું.

4 દિવસમાં લઘુત્તમ તાપમાનનો પારો 5.5 ડિગ્રી ઘટ્યો
4 દિવસથી લઘુતમ તાપમાનમાં વધારા ઘટાડો નોંધાઈ રહ્યો છે. શુક્રવારે લઘુતમ તાપમાન 20 ડિગ્રી નોંધાયો જે બાદ તાપમાન ક્રમશઘટાડો નોંધાતા શહેરીજનો ફૂલગુલાબી ઠંડી અનુભવ કરી રહ્યા હતા.જોકે રવિવારે લઘુતમતાપમાન 1 ડિગ્રી ઉચકાતા ઠંડીમાં આંશિક રાહત મળી હતી . સોમવારે એકાએક ઠંડીનો પારો 2 ડિગ્રી નીચે ગગડતા લઘુતમ તાપમાન 14.5 ડિગ્રીએ સ્થિર થયું હતું. આમ છેલ્લા ચાર દિવસમાં લઘુત્તમ તાપમાન 5.5 ડિગ્રી ઘટયો હતો.

અન્ય સમાચારો પણ છે...