તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના ઇફેક્ટ:16 દિ’માં 1676 છાત્રો ખાનગી છોડી સરકારી શાળામાં ગયા

જામનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • જામનગર જિલ્લામાં જ ગયાવર્ષે 1414 વિદ્યાર્થીઓએ સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યો હતો, આ વર્ષે આંકડો વધ્યો
  • ઘરનું ગુજરાન ચલાવવામાં જ મુશ્કેલી પડતી હોય, એમાં ખાનગી સ્કૂલોની મસમોટી ફી કયાંથી પરવડે ? એટલે સરકારી શાળામાં દોટ

કોરોના મહામારીના કારણે તમામ વેપાર ધંધાને માઠી અસર થઇ છે, તો બીજી બાજુ મોંઘવારીએ પણ માઝા મૂકી છે. જેના કારણે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો આર્થિક સંકડામણ કારણે ગુજરાન ચલાવવામાં ભારે મુશ્કેલી પડી છે. જેના કારણે લોકોને હવે ખાનગી શાળાની મસમોટી ફી ન પરવડી રહી નથી. જેની સીધી અસર શાળાઓમાં પ્રવેશ પ્રક્રિયા પર જોવા મળી છે. કારણ કે, જામનગર જિલ્લામાં વિધાર્થીઓ ખાનગી શાળા છોડીને સરકારી શાળામાં પ્રવેશ મેળવી રહ્યા છે.

ચાલુ વર્ષે એટલે કે વર્ષ 2021-22 માં જામનગર જિલ્લામાં 7 થી 25 જૂન એટલે કે માત્ર 16 દિવસમાં 1676 વિદ્યાર્થીઓ ખાનગી શાળા છોડીને સરકારી શાળામાં પ્રવેશ લીધો છે.જો કે પ્રવેશ પ્રક્રિયા હજુ પણ ચાલુ હોવાથી વિદ્યાર્થિની સંખ્યામાં વધારો થવાની પૂરી શક્યતા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, જામનગર જિલ્લામાં છેલ્લા 2 વર્ષમાં 2615 વિદ્યાર્થીઓએ ખાનગી શાળા છોડી સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યો હતો.

સરકારી શાળાઓમાં અભ્યાસ માટે મોકલવાનું મુખ્ય કારણ કોરોનાની પરિસ્થિતિમાં નિ:શુલ્ક નિયમિત અપાતું ઓનલાઈન શિક્ષણ, સરકાર તરફથી વિદ્યાર્થીઓને મળતી શિષ્યવૃત્તિ, ગણવેશ સહાય, વિનામૂલ્યે પાઠ્યપુસ્તક વિતરણ સહિતના ફાયદાના કારણે વાલીઓ અભ્યાસ અર્થે સરકારી શાળાઓમાં મોકલવા પ્રેરિત થયા છે.

વિનામૂલ્યે શિક્ષણની સાથે શિષ્યવૃતિ, ગણવેશ સહાય, પાઠયપુસ્તક વિતરણ
સરકારી શાળામાં નિયમિત ઓનલાઇન, શિક્ષણ તેમજ શિષ્યવૃત્તિ ,ગણવેશ સહાય, પાઠ્યપુસ્તક વિતરણ, સમતોલ મધ્યાહન ભોજન આહાર, શૈક્ષણિક પ્રવૃત્તિઓ જેવી અનેક સુવિધાઓ વિનામૂલ્યે ઉપલબ્ધ થાય છે. વિદ્યાર્થીઓને ખાનગી શાળા કરતા વધુ અને ઉત્તમ સુવિધા સરકારી શાળા મળી રહી છે. આથી વિધાર્થીઓ ખાનગી શાળા છોડી સરકારી શાળામાં પ્રવેશ મેળવી રહ્યા છે.> બી.એન.દવે, જામનગર જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી.

ગયાવર્ષ કરતા પણ ચાલુ વર્ષે વધુ 262 છાત્રોએ ખાનગી શાળા છોડી, હજુ પ્રવાહ ચાલુ...

વર્ષ 2021-22, અત્યાર સુધીનો આંકડો 1676

તાલુકા વાઇઝ સ્થિતિ (25 જૂન સુધી)
તાલુકોધોરણકુલ
12345678
જામનગર136791341581281218369908
ધ્રોલ41223282118117124
જોડીયા011131010133262
કાલાવડ013252029102115133
લાલપુર1223494040494232287
જામજોધપુર818302621202415162

વર્ષ 2020-21, 1414 છાત્રો સરકારીમાં ગયા

ક્યાં તાલુકામાંથી કેટલા છાત્રો
તાલુકોધોરણકુલ
12345678
જામનગર21104126105911108362702
ધ્રોલ56812363043
જોડીયા4141615121910898
કાલાવડ820253031332024191
લાલપુર031443540463145272
જામજોધપુર29191316181714108

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...