હુકમ:સગીરા પર દુષ્કર્મ ગુજારનાર આરોપીને અંતિમ શ્વાસ સુધીની કેદ

જામનગરએક દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ભોગ બનનારને રૂપિયા10.50 લાખ વળતર ચૂકવવા અદાલતે કરેલો હુકમ

હરીપર ગામે રહેતા એક પરિવારની 11 વર્ષ 11 મહિનાની સગીર વયની પુત્રી વર્ષ-2020 માં ગામની સીમમાં ગાય ચરાવવા જતી હતી. આ સમયે સગીરાની બાજુમાં રહેતો રાજુ કારા બાંભવા નામનો શખસ ગામની સીમમાં ઢોર ચરાવવા આવતો હતો. આ દરમ્યાન રાજુએ સગીરાની મરજી વિરૂધ્ધ બે વખત શરીર સંબંધ બાંધી દુષ્કર્મ ગુજાર્યું હતું.

આથી સગીરાને ગર્ભ રહી ગયો હતો. બાદમાં સગીરાએ બાળકને જન્મ આપ્યો હતો. આ બનાવ અંગે પોલીસે આરોપી રાજુ સામે પોકસો, દુષ્કર્મ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી અદાલતમાં ચાર્જશીટ કર્યું હતું. આ કેસ જામનગરની સ્પેશ્યલ કોર્ટમાં ચાલી જતાં ન્યાયાધીશ આરતીબેન વ્યાસે આરોપી રાજુને અંતિમ શ્વાસ સુધીની સખત કેદની સજા ફટકારી છે. આ કેસમાં સરકાર તરફે વકીલ ભારતીબેન વાદી રોકાયા હતાં.

અન્ય સમાચારો પણ છે...