કાર્યવાહી:ચેક પરત કેસમાં સોસાયટીના 3 સભાસદને કેદ અને દંડ

જામનગર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સોસાયટીમાંથી ધંધા માટે લોન લીધી હતી
  • લોનની પરત ચૂકવણીના ચેક રીટર્ન થયા

જામનગરની સોસાયટી પાસેથી લોન મેળવનાર ત્રણ સભાસદને ચેક રિટર્ન કેસમાં અદાલતે 3 થી 6 મહિનાની સજા અને દંડ ફટકાર્યા છે. જામનગરની વિવેકાનંદ ક્રેડિટ કો.ઓપ. સોસાયટી પાસેથી સભાસદ રાજેશ પરસોત્તમ પટોડીયા, દામજીભાઈ રવજીભાઈ કણઝારીયા તથા ભાવિક કિશોરભાઈ ચંદ્રેશાએ ધંધા માટે લોન મેળવી હતી. ત્રણેય આસામીએ લોનના હપ્તા નિયમિત રીતે ન ભરતા સોસાયટીએ નોટીસ પાઠવી હતી. ત્યારપછી સોસાયટીને આપવામાં આવેલા ત્રણેય આસામીના ચેક પરત ફરતા સોસાયટી દ્વારા અદાલતમાં ત્રણેય આસામી સામે ફરિયાદ કરવામાં આવી હતી.

આ કેસ ચાલી જતા અદાલતે ત્રણેય આરોપીને તકસીરવાન ઠરાવ્યા છે.જેમાં આરોપી રાજેશ પરસોત્તમ પટોડીયાને ત્રણ મહિનાની કેદ અને રૂ.29600 નો દંડ, દામજીભાઈ કણઝારીયાને 3 મહિનાની કેદ અને રૂ. 4,60,700 નો દંડ, ભાવિક કિશોરભાઈને છ મહિનાની કેદ અને રૂ.6800નો દંડ ફટકાર્યો છે.

અન્ય સમાચારો પણ છે...