કાર્યવાહી:જાહેર નાણાંનો હિસ્સો ધરાવતી સંસ્થા માટે આદર્શ આચાર સંહિતાનો અમલ ફરજિયાત

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • `આચાર સંહિતાની સૂચનાઓનો ભંગ કરનાર વિરૂદ્ધ ચૂંટણી પંચ દ્વારા કાર્યવાહી ધરાશે

ભારત ચૂંટણી પંચ, નવી દિલ્હી દ્વારા વિધાનસભાની સામાન્ય ચૂંટણીનો વિગતવાર કાર્યક્રમ તા.3 નવેમ્બર 2022નાજાહેર કરવામાં આવેલ છે. આથી તા.3થી ભારતના ચૂંટણી પંચે બહાર પાડેલ રાજકીય પક્ષો અને ઉમેદવારો માટે આદર્શ આચાર સંહિતા, અધિકારી/કર્મચારીઓની બદલી પર પ્રતિબંધ સહિતની મુક્ત અને ન્યાયી ચૂંટણી યોજવા માટેની તમામ સૂચનાઓ અમલમાં આવેલ છે.

આ સૂચનાઓનો અમલ રાજ્ય સરકાર, રાજકીય પક્ષો, ઉમેદવારો, સચિવાલયના તમામ વિભાગો, ખાતાઓ, કચેરીઓ, સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ, બોર્ડ/નિગમો, સહકારી મંડળીઓ વગેરે કે જેમાં જાહેર નાણાંનો જરા પણ હિસ્સો હોય તેવી તમામ સંસ્થાઓએ ચુસ્તપણે કરવાનો રહેશે. આ સૂચનાઓનો ભંગ કરનાર સામે ભારતનું ચૂંટણી પંચ, નવી દિલ્હી, મુખ્ય નિર્વાચન અધિકારી તેમજ જિલ્લા ચૂંટણી અધિકારી/ ચૂંટણી અધિકારી કાર્યવાહી હાથ ધરાશે. આથી આચાર સંહિતા તેમજ મુક્ત અને ન્યાયી ચૂંટણી યોજવા સંબંધી ભારતના ચૂંટણી પંચ, નવી દિલ્હીની સૂચનાઓનો આ ચૂંટણીમાં ચુસ્તપણે અમલ કરવા સર્વેને જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...