તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

SOGની કાર્યવાહી:રાંધણગેસના બાટલામાં ગેરકાયદે રીફીલીંગ કરી વેચાણનું કારસ્તાન

જામનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સિલિન્ડર, નિપલ,રીક્ષા સહિત રૂા.1.17 લાખનો મુદ્દામાલ કબજે

જામનગરમાં સ્પેશ્યલ ઓપરેશન ગ્રૃપે રાંદલનગર વિસ્તારમાં દરોડો પાડી ભરેલા સીલીન્ડરમાંથી ખાલી સિલીન્ડરમાં ગેસનુ રીફલીંગ કરી વેચાણ કરવા મામલે બે શખ્સોને પકડી પાડી ભરેલા,ખાલી બાટલા, નિપલ, રીક્ષા સહિત રૂ.1.17 લાખનો મુદામાલ કબજે કર્યો હતો.

પોલીસસુત્રોમાંથી મળતી વિગત અનુસાર શહેરમાં એસઓજીના પી.આઇ. એસ.એસ.નિનામાના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી જે વેળાએ પોલીસને રાંદલનગર વિસ્તાર પાસે રોડ પર બે શખ્સો એક રીક્ષા છકડામાં ભરેલા સીલીન્ડરમાંથી ખાલી સિલીન્ડરમાં ગેસનુ રીફિલીંગ કરી ગેરકાયદે વેચાણની પેરવી કરી રહયા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસ ટીમે ધસી જઇ ઉકત સ્થળે દરોડો પાડતા બે શખ્સો ગેરકાયદે રીફિલીંગ કરતા માલુમ પડયા હતા.

આથી પોલીસે રીક્ષા ચાલક મનસુખ ઉર્ફે મનો નારણભાઇ ટોયટા અને રૂડેશ ઉર્ફે રાહુલ હિરાભાઇ સોલંકીને પકડી પાડી તેના કબજામાંથી અઢાર ભરેલા ગેસ બાટલા, બે ખાલી સીલીન્ડર, ગેસ રીફિલીંગ માટેની નિપલ,રીક્ષા સહિત રૂ.1.17 લાખનો મુદામાલ કબજે કર્યો હતો.પોલીસે જાતે ફરીયાદી બની બંને સામે સીટી બી પોલીસ મથકમાં આવશ્યક ચિજ વસ્તુ અધિનિયમની કલમ હેઠળ ફરીયાદ દાખલ કરાવી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...