તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વેપારીઆેની ફરિયાદથી કાર્યવાહી:યુનિક શોપીંગ સેન્ટરમાં બનાવવામાં આવેલી ગેરકાયદેસર સીડી દૂર કરાઈ

જામનગર16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પી.એન. માર્ગ પર એસ્ટેટ વિભાગ ત્રાટક્યો

જામનગરના ધનવંતરી મેદાન સામે આવેલા શોપીંગ સેન્ટરની અંદર બનાવવામાં આવેલી ગેરકાયદેસર લોખંડની સીડી બાબતે રેસ્ટોરન્ટ ધારકને નોટિસ આપવા છતાં તેણે દૂર ન કરતા સોમવારે એસ્ટેટ વિભાગે તેને દૂર કરી સીડીનું દબાણ ખૂલું કર્યું હતું. શહેરના ધનવંતરી મેદાનની સામે આવેલા યુનિક શોપીંગ સેન્ટરની વચ્ચોવચ્ચ સીડી બનાવીને ઉપર પહેલા માળે રેસ્ટોરન્ટમાં જવાની સુવિધા ગેરકાયદેસર રીતે કરવામાં આવી હતી જે અંગે ત્યાંના સ્થાનિક વેપારીઓ દ્વારા ફરિયાદ કરાતા એસ્ટેટ વિભાગે આ સીડી દૂર કરવા માટેની નોટિસ ફટકારી હતી.

પરંતુ નિયત સમય વીતી જવા છતાં સીડી દૂર ન કરાતા એસ્ટેટ વિભાગના કર્મચારીઓ સોમવારે શોપીંગ સેન્ટરમાં પહોંચ્યા હતા અને ગેરકાયદેસર સીડી પર હથોડો પછાડીને તેને દૂર કરી જગ્યા ખૂલી કરવામાં આવી હતી. આ પહેલા મહાપાલિકા દ્વારા સાત દિવસની નોટિસ આપવામાં આવી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો