જામનગર-લાલપુર માર્ગ ઉપર રંગમતી નદી ઉપર કોઈપણ જાતની મંજૂરી વગર ગેરકાયદે પૂલના વિવાદાસ્પદ પ્રકરણમાં અંતે મ્યુનિ. કમિશ્નરે તાકીદે આ બાંધકામ - દબાણો તોડી પાડવાનો આદેશ કર્યો હતો. જેના પગલે પૂલના બાંધકામ માટે જેમના નામે અરજી થઈ હતી તે પાર્ટીએ સ્વખર્ચે આ બાંધકામ તોડી પાડવાનું શરૂ કર્યુ છે.
જામનગર નજીક દરેડ પાસે રંગમતી નદી ઉપર સરકારના કોઇપણ વિભાગની મંજૂરી વગર પુલનું બાંધકામ શરૂ કરવામાં આવ્યું હતું. આ અંગે વિવાદ થવા છતાં મનપા દ્વારા કોઇ કાર્યવાહી કે પગલાં લેવામાં આવ્યા ન હતાં. આથી શહેરના સામાજીક કાર્યકર દ્વારા આ અંગે કાનૂની કાર્યવાહી કરી.
મહાપાલિકાના કમિશ્નર અને કલેકટરને નોટીસ ફટકારવામાં આવી હતી. જેમાં સરકારના કોઇપણ વિભાગની મંજૂરી વગર પુલનું બાંધકામ કરવામાં આવી રહ્યાનો આક્ષેપ કરી બાંધકામ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવા માંગણી કરી હતી. આથી મનપાના કમિશ્નરે આ પુલ દૂર કરવા આદેશ કર્યો હતો. આથી પુલ બનાવનાર આસામીઓએ સ્વખર્ચે પુલ દૂર કરવાની કામગીરી શરૂ કરતા વિવાદનો અંત આવ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.