તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જળ સમસ્યા:પીવાના પાણીનો પ્રશ્ન છે, તો ઘુમાવો 1916 નંબર

જામનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ગામડાઓમાં હેન્ડપંપ રીપેરીંગ, જૂથ પાણી પુરવઠા યોજના, ભંગાણ, લીકેજ, પાણી ચોરીની ફરિયાદ કરી શકાશે

જિલ્લાના ગ્રામીણ વિસ્તારના લોકો પીવાના પાણીની ફરિયાદ ટોલ ફ્રી નંબર 1916 પર નોંધાવી શકશે. જામનગરના ગ્રામ્ય વિસ્તારની પીવાના પાણીની સમસ્યાઓના ઝડપી ઉકેલ માટે ટોલ ફ્રી નં.1916 કાર્યરત છે. આ  નંબર ઉપર 24 કલાક પીવાના પાણી અંગેની ફરિયાદો નોંધવી શકાય છે. ગ્રામ્ય વિસ્તારમાં પીવાના પાણીને લગત ફરિયાદો જેવી કે, હેન્ડપંપ રિપેરિંગ, મીની પાઇપ યોજનાનું રીપેરીંગ અને વ્યક્તિગત કે જૂથ પાણી પુરવઠા યોજના દ્વારા આપવામાં આવતા પાણી અંગેની કોઇપણ ફરિયાદ નોંધાવી શકાશે. પાણીની પાઇપલાઇનમાં ભંગાણ કે લીકેજ હોય, પાણીની ચોરી થતી હોય અથવા કોઇ વિસ્તારમાં પાણીનો ખોટો વેડફાટ થતો હોય તેવા કિસ્સામાં પણ ફરિયાદ નોંધાવી શકે છે. જો કોઇ કિસ્સામાં ટોલ ફ્રી નં.1916 વ્યસ્ત જણાય તો અન્ય નં. 1800 233 3944 પર પણ ફરિયાદ નોંધાવી શકાશે તેમ બાંધકામ વિભાગના  કાર્યપાલક ઇજનેરે જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...