આવેદન:20મી સુધીમાં માંગ ન સંતોષાય તો 21મીથી અચોક્કસ મુદતની હડતાળ

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આવેદન પાઠવી પડતર માંગણીઓનું નિરાકરણ લાવવા અલ્ટિમેટમ અપાયું

જામનગર જિલ્લા ગ્રામ પંચાયત કોમ્પ્યુટર સાહસિક (ઓપરેટર)મંડળ દ્વારા ગુરૂવારે ફરી એક વખત જિલ્લા કલેકટર તંત્ર મારફત સરકારને આવેદન પત્ર આપી પડતર પ્રશ્ર્નો-માંગણીઓ બાબતનું નિરાકરણ લાવવા અને નવું મહેકમ ઉભુ કરવા અનુરોધ કરવામાં આવ્યો હતો.ઇ-ગ્રામ સોસાયટી દ્વારા ખાનગીકરણને મહત્વ આપવામાં આવતું હોય એને બંધ કરી સરકારી કામ વીસીઇને આપવામાં આવે અને સરકારી નિતિ નિયમો મુજબ 2006થી વીસીઇ કામ કરતા હોવાથી વીસીઇને સરકારી લાભો આપવામાં આવે.

તા. 20 સુધી પ્રશ્નો અને માંગણીઓ બાબતે સરકાર દ્વારા હકારાત્મક નિર્ણય કરવામાં નહી આવે અને વીસીઇને સાચો ન્યાય નહિ આપવામાં આવે તો તા.21-10-2021ના રોજ સત્યાગ્રહ છાવણી ખાતે પ્રતિક ઉપવાસ કાર્યક્રમ ગુજરાતના તમામ વીસીઇ દ્વારા કરવામાં આવશે અને જ્યાં સુધી નિર્ણય નહી આવે ત્યાં સુધી 57 જેટલી ડીજીટલ સેવા સેતુની કામગીરી, આવકના દાખલા, વિધવા સહાય, મગફળી રજીસ્ટ્રેશન તેમજ અન્ય તમામ કામગીરી બંધ કરી અચોકકસ મુદતની હડતાળ પર વીસીઇ જશે.

અન્ય સમાચારો પણ છે...