ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:ઉમેદવારો ફરી જાય તો આપણું હા બોલવામાં શું જાય ગામોમાં ગપસપ

જામનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગ્રામજનો વ્યંગ સાથે કહી રહ્યા છે કે, ચૂંટણી ટાંકણે વચનોની ભરમાર થાય તેમાં નવીન શું? વાયદાથી પ્રજા સમજી જાય એવું હવે રહ્યું નથી

જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના ગ્રામ્ય પંથકમાં શિયાળાના આગમન સાથે ફુલગુલાબી ઠંડીના માહોલ વચ્ચે ચુંટણીલક્ષી માહોલ હવે ધીરે ધીરે ગરમાય રહયો છે . હજુય કોઇક સ્થળે સુશુપ્ત માહોલ પણ રહયો છે .

ચૂંટણીને પગલે વાયદાઓની ભરમાર મુદ્દે પણ અમુક લોકો કટાક્ષ સાથે વ્યંગ્યબાણ પણ વ્યકત કરી રહ્યા છે. ભાસ્કર ટીમ રોજે રોજે આ પ્રમાણે ગ્રાઉન્ડ રીપોર્ટ આપી હાલાર પંથકના વિવિધ ગામડાઓમાં થતી ગતિવિધિઓની હલચલથી આપને ઘેરબેઠા વાકેફ કરશે.

વાડીનાર ( ખંભાળિયા )
કાર્યકરોની ઓફિસમાં લોકો દેખાતા નથી

વાડીનાર | ખંભાળિયા તાલુકાના 11,000 ની વસ્તી ધરાવતા વાડીનાર ગામમાં 6400 મતદારો છે . પરંતુ ગામમાં ચૂંટણીને લઈને લોકોમાં ઉત્સાહ જ નથી . ગામના ચોર અને દુકાનો પર લોકો ભેગા થાય ત્યારે રોજગારી , માછીમારી વિકાસ વગેરે બાબતની ચર્ચા કરી ચૂંટણી ટાંકણે ફકત વાયદા કરવામાં આવે છે તેવા કટાક્ષ કરી રહ્યા છે . પરંતુ ચૂંટણીમાં કોઈને ખાસ રસ ન હોવાથી પક્ષની ઓફિસોમાં માણસો દેખાતા નથી.

સિદ્ધપુર (ખંભાળિયા )
વાયદા કરાય છે પણ પૂરા થાય તો સારૂં

સિધ્ધપુર | ખંભાળિયા તાલુકાના 1700 ની વસ્તી ધરાવતા સિદ્ધપુર ગામમાં 1190 મતદારો છે . ગામમાં લોકો ત્રણેય પક્ષ દ્વારા કરાતા અલગ અલગ વાયદા અને વચનો વિશે ચર્ચા અને તર્ક - વીતર્ક કરી રહ્યા છે . સાથે સાથે વાયદા પૂરા થાય તો સારૂં તેવા કટાક્ષ પણ કરી રહ્યા છે . ગામમાં વિકાસ , મોંઘવારી જેવા મુદ્દા વિશે તથા ગામના પ્રશ્નો અને સમસ્યાની પણ પૂરજોશમાં ગપસપ કરી રહ્યા છે .

રોઝડા (ભાણવડ )
ચૂંટણી ટાંકણે વચનની લ્હાણી તેમાં નવીન શું

રોઝડા | ભાણવડ તાલુકાના રોઝડા ગામમાં ચૂંટણીને લઈને અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે . ચૂંટણીની જાહેરાત થઈ તેના થોડા દિવસ બાદ જ ગામના ચોરે અને ખેતરો તથા વાડીએ ચૂંટણીની વાતો થઈ રહી છે . આ ઉપરાંત ચૂંટણી આવે એટલે ઉમેદવાર અને પક્ષ મોટા મોટા વાયદા તો કરે એમાં નવીન શું છે ? પણ આ વચનો ચૂંટણી પછી પૂરા થાય તો સાચું તેવા કટાક્ષ પણ લોકો કરી રહ્યા છે .

નવાગામ (ભાણવડ )
પ્રચારકોને ક્ષણિક આવકાર, ચૂંટણીમાં રસ નથી

નવાગામ | વિધાનસભાની ચૂંટણીમાં મતદાનને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ભાણવડ તાલુકાના નવાગામ ગામમાં છેલ્લા બે જ દિવસથી ચૂંટણીને લઈને માહોલ થોડો ઘણો જામ્યો છે . બાકી અત્યાર સુધી ગામમાં ચૂંટણીમાં કોઈને રસ ન હતો . ગામમાં અલગ અલગ પક્ષના પ્રચારકો તો આવે છે તેને ગ્રામજનો ક્ષણિક આવકાર આપે છે . પણ ચૂંટણીમાં કોઇને ખાસ રસ નથી .

પોશિત્રા (દ્વારકા )
વાયદાથી નહીં કામથી મતલબની ચર્ચા

પોશીત્રા | દ્વારકા તાલુકાના પોશીત્રા ગામમાં ચૂંટણીના લઈને કોઈ ખાસ માહોલ જામ્યો નથી . ગામમાં છૂટી છવાઈ ચર્ચા થાય છે . ચૂંટણીને આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે . તેમ છતાં ગામમાં ફક્ત એક પક્ષના જ પ્રચારકો પ્રચાર કરવા આવ્યા છે . ગ્રામજનોનું કહેવું છે કે વાયદાથી પ્રજા સમજી જાય એવું રહ્યું નથી . વાયદાથી મતલબ નથી કામથી છે તેવી ચર્ચા ગ્રામજનોમાં થઇ રહી છે .

જગા (જામનગર )
ચૂંટણીનો માહોલ પણ ખાટલા બેઠક નહીં
...
જગા | જામનગર તાલુકાના 1600 ની વસ્તી ધરાવતા જગા ગામમાં ચૂંટણીને લઈને ખૂબ જ ઉત્સાહ છે . ગ્રામજનો ખેતી વીજળી, મોંઘવારી સહિતના મુદ્દા પર ચર્ચા કરી રહ્યા છે ચૂંટણી આવે તો વાયદા તો કરવાના જ હોય અને વાયદા કોઇ ઉમેદવાર પૂરા કરતા નથી તેવા કટાક્ષ પણ કરી રહ્યા છે . જોકે ઉત્સાહ હોવા છતાં અને મતદાનને બે દિવસ બાકી હોય છતાં ખાટલા બેઠકોનો દૌર હજી સુધી શરૂ થયો નથી .

મોડપર (ધ્રોલ )
ચૂંટાયા પછી ઉમેદવારો ફરકતા પણ નથી

મોડપર | ધ્રોલમાં 1250 ની વસ્તી ધરાવતું મોડપર ગામમાં ચૂંટણીને લઈને માહોલ જામ્યો છે . ઉમેદવાર કેવા છે કેટલા સક્ષમ છે ટિકિટ મળવા પાછળ તેની યોગ્યતા કેટલી છે તેના વિશે ચર્ચા કરી રહ્યા છે . આ ઉપરાંત ધારાસભ્ય બન્યા પછી ઉમેદવાર ફરકતા નથી તેવા કટાક્ષો પણ ગ્રામજનો જોરશોરથી કરી રહ્યા છે . જો ચૂંટણી બાદ ઉમેદવારો ન આવતા હોય તો વાયદા કેમ પુરા કરશે તેની ચર્ચા થઈ રહી છે.

વાવડી (જોડિયા )
વાયદા કરીને ઘણા લોકો ચાલ્યા ગયા...

વાવડી | જોડિયા તાલુકાના 2000 ની વસ્તી ધરાવતું વાવડી ગામમાં ચૂંટણીને લઈને ઠીક ઠીક માહોલ છે . ગામમાં લોકો ઉમેદવારને લઈને ચર્ચા કરી રહ્યા છે . ઉપરાંત વાયદા કરીને ઘણા લોકો ચાલ્યા ગયા છે તેવા કટાક્ષો પણ કરી રહ્યા છે . આપણને ખબર જ છે કે કોણે મત આપવાનો છે તેવી પણ પરસ્પર ચર્ચા કરી રહ્યા છે. અગાઉ પણ ઉમેદવારોએ વાયદા ક ર્યા છે જે હજુ સુધી પુરા ન થયાની ચ ર્ચા લોકો કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...