આક્રોશ:24 કલાકમાં પગલાં નહીં લેવાય તો જુનિયર તબીબો ધરણાં કરશે

જામનગર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જી.જી.માં તબીબ પર થયેલા હુમલાનો મામલો વધુ ગરમાયો

જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલ માં જુનિયર તબીબ પર દર્દીના સગાએ કરેલા હુમલાના પ્રકરણમાં બુધવારે મામલો વધુ ગરમાયો છે. મંગળવારે મોડી સાંજે તબીબોએ સૌપ્રથમ કેન્ડલ સાથે ધરણા કર્યા હતા, ત્યારબાદ રેલી સ્વરૂપે ડીનને આવેદન પાઠવ્યું છે અને 24 કલાકમાં આરોપી સામે કાર્યવાહી નહીં થાય તો ધરણાં પર ઉતરી જવાની ચીમકી પણ અપાઇ છે. જેથી મામલો ગરમાયો છે.

શહેરની જી.જી.માં ટી.બી. વિભાગમાં ફરજ બજાવતા જુનિયર તબિયત રણજીત ચંદ્રશેખર ઉપર દર્દી ના એક સગા દ્વારા હુમલો કરાયો હતો. આ મામલે તમામ તબીબો એકત્ર થઇ ગયા હતા અને ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરાયા પછી મંગળવારે મોડી સાંજે જામનગરના સીટી-બી પોલીસમાં તબીબની ફરિયાદના આધારે અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધવામાં આવ્યો હતો.

મંગળવારે મોડી સાંજે જુનિયર તબીબો એકત્ર થયા હતા અને મીણબત્તી સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. ત્યાર પછી આજે સવારે તમામ જુનિયર તબીબો એકત્ર થઇને ડીન ને આવેદનપત્ર પાઠવ્યું છે, અને 24 કલાકમાં આરોપીની ધરપકડ કરી લઈ તેની સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં નહીં આવે, તો તમામ રેસિડન્ટ તબીબોએ પોતાની ફરજ તથા સેવાઓ બંધ કરીને ધરણા પર ઉતરશે તેવી ધમકી પણ આપી છે.

અન્ય સમાચારો પણ છે...