તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફોજદારી:જામનગરમાં મહિલાને થપ્પડો મારી, ‘તારી જગ્યાએ કામે આવી ગયો છું, તું આવતી નહીં’ કહી માર માર્યો

જામનગર16 દિવસ પહેલા
  • કૉપી લિંક

જામનગરના પાણાખાણમાં રહેતી અને મજુરીકરતી એક મહિલાને ગાળો ભાંડી બે-ત્રણ થપ્પડો ઝીંકી ઢીંકાપાટુનો માર માર્યાની ફરીયાદ બે સામે નોંધાઇ છે.પોલીસસુત્રોમાંથી મળતી વિગત મુજબ જામનગરમાં પાણાખાણ વિસ્તારમાં સાયોના શેરીમાં રહેતા અને મજુરીકામ કરતા નીતાબેન ઘેલાભાઇ મંગેરા નામની મહિલાએ પોતાને ગાળો ભાંડીને બાદમાં ઘરે આવી વાળ પકડી બે-ત્રણ થપ્પડ મારી ઢીંકાપાટુનો મારમાર્યાની ફરીયાદ સીટી સી પોલીસમાં ભરત મકવાણા અને ટીના વાઘેલા સામે નોંધાવી છે.ભોગ બનનાર અગાઉ કારખાનામાં મજુરીકામ કરતી હોવાનુ જાણવા મળ્યુ છે.

ભોગગ્રસ્તને આરોપી ભરત મકવાણાએ કહ્યુ કે તારી જગ્યાએ હુ કામે આવી ગયો છુ અને તુ અહી આવતી નહી તેમ કહી ગાળો ભાંડતા અપશબ્દો બોલવાની ના પાડતા આરોપી ત્યાંથી જતો રહયો હતો જે બાદ આરોપી ટીના વાઘેલાએ ઘરે આવી તેણીના વાળ પકડી બે-ત્રણ થપ્પડ ઝીંકી દઇ ઢીંકાપાટુનો માર માર્યાનું જાહેર થયુ છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

    વધુ વાંચો