આપઘાતનો પ્રયાસ:'પોલીસવાળાના ત્રાસથી હું ઝેરી દવા પીઉ છું’, કહીને અલિયાબાડાના યુવકે પોતે ઝેરી દવા પીતો હોવાનો લાઇવ વીડિયો ઉતાર્યો, પોલીસબેડામાં ખળભળાટ

જામનગર6 મહિનો પહેલા
  • કૉપી લિંક
અલિયાબાડા ગામના વતની કિશન મકવાણાએ ઝેરી દવા પી ગટગટાવી લેતાં રાત્રે જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. - Divya Bhaskar
અલિયાબાડા ગામના વતની કિશન મકવાણાએ ઝેરી દવા પી ગટગટાવી લેતાં રાત્રે જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

જામનગર તાલુકાના અલિયાબાડા ગામે રહેતા એક યુવાને પોલીસના ત્રાસથી ઝેરી દવા ગટગટાવી લેતાં તેને ગંભીર હાલતમાં સારવાર અર્થે જી.જી. હોસ્પિટલમાં ખસેડાયો છે. ભોગગ્રસ્તના પરિવારે ઉક્ત બનાવ સંદર્ભે એક વીડિયો જાહેર કર્યો છે, જેમાં ભોગ બનનાર યુવાન પોતે પોલીસના કથિત ત્રાસમાં દવા પી રહ્યો હોવાનું ઉચ્ચારણ દર્શાવી વિષપાન કરતો જોવા મળતાં ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે.

જામનગરની જી.જી. હોસ્પિટલમાં સારવાર ચાલુ
જામનગર નજીક અલિયા ગામે રહેતા કિશન ભરતભાઇ મકવાણા (ઉં.વ. 22) નામના યુવાને સોમવારે સીમ પંથકમાં જઇ ઝેરી દવા ગટગટાવી લીધી હતી, આથી તેને ગંભીર હાલતમાં રાત્રે સારવાર અર્થે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડાયો છે, જ્યાં તેને સઘન તબીબી સારવાર અપાઇ રહી છે. બીજી બાજુ આ બનાવ સંદર્ભે ભોગગ્રસ્તના પરિવારે એક વીડિયો પણ જાહેર કર્યો છે, જેમાં આ યુવાને વિષપાન વેળાનો મોબાઇલ ફોનમાં વીડિયો બનાવ્યો હતો.

પોલીસ તપાસ હાથ ધરી
ભોગ બનનાર યુવકે પોલીસના કથિત ત્રાસને કારણે આ પગલું ભરી રહ્યો હોવાનું વીડિયોમાં જાહેર કરતાં પોલીસબેડામાં ખળભળાટ મચી ગયો છે. આ વીડિયો વાઇરલ થતાં ભારે ચકચાર મચી છે. આ વીડિયોમાં પોતે દારૂનો ધંધો કરે છે એવા આક્ષેપ પોલીસ લગાવી વારંવાર ઘરે આવતા હોવાથી પિતા સહિત પરિવારે ઠપકો આપતાં આ પગલું ભરી રહ્યો હોવાનું કિશન મકવાણાએ જણાવ્યું હતું. આ બનાવને પગલે ઉચ્ચ પોલીસ અધીકારો પણ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા છે. જ્યારે સમગ્ર બનાવ સંદર્ભે પોલીસ દ્વારા સઘન તપાસ શરૂ કરાઇ છે.

ઝેરી દવા ગટગટાવતાં પહેલાં કિશન મકવાણાએ ઉતારેલા વીડિયોમાં કહ્યું...
મારું જીવવાનું હરામ કરી દીધું છે, સસ્પેન્ડ થવા જોઇએ...
‘હું દવા પીઉ છું પોલીસવાળાના ત્રાસથી, દારૂનો ધંધો કરતો નથી. મને મારા બાપાએ ઘરેથી કાઢી મૂક્યો, ઇ આવ્યા એ લોકો, એના માટે. કાયમી ઊઠીને એમ કહે છે કે તું દારૂનો ધંધો કરે છે ને ઉપાડી જાય છે, મારે કરવાનું શું ? પોલીસવાળાના ત્રાસથી હું દવા પીઉ છું આ, બરોબર. કિશોરભાઇને શૈલુભા કાયમી આવીને એમ કહે છે કે તું આ કરે છે, ઓલું કરે છે, બરોબર. મારે કરવાનું શું ? એના ત્રાસથી. એ સસ્પેન્ડ થવા જોઇએ. મને જીવવાનું હરામ કરી દીધું છે આ બે-ચાર જણાએ. એ આવ્યા’તા’ ને મને મારા બાપાએ કાઢી મૂકયો’ (રડવા માંડે છે... દવાની બોટલ મોઢે માંડીને ઢળી પડે છે....)

અન્ય સમાચારો પણ છે...