આપઘાત:‘પત્નીના કારણે આપઘાત કરું છુ,મારી લાશ તેના સિવાય કોઇને સોંપવી નહી’

જામનગર5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જામનગરમાં અવાવરૂ જગ્યામાં યુવકે આપઘાત કર્યો

જામનગરના ગાંધીનગર નજીક રેલ્વે સ્ટેશન નજીક એક અવાવરૂ જગ્યા ખાતે ઝાડ સાથે દોરડુ બાંધી એક યુવાને ગળાફાંસો ખાધો હોવાના બનાવની જાણ થતા સીટી બી પોલીસની ટીમ દોડી ગઇ હતી.જે દરમિયાન શહેરમાં રહેતા મુકેશ ગોવિંદભાઇ રાઠોડ નામનો યુવાન હોવાની ઓળખ પોલીસને સાંપડી હતી.જે મૃતદેહનો કબજો સંભાળી પોલીસે તેને પોષ્ટમોર્ટમ અર્થે ખસેડયો હતો.જે મૃતક પાસેથી પોલીસને એક સ્યુસાઇડ નોટ પણ મળી આવી હતી. આ ચાર પાનાની હ્દયદ્રાવક સ્યુસાઇડ નોટમાં તેણે પત્નીના ત્રાસથી આયખું ટુંકાવી રહયો હોવાનો ઉલ્લેખ કર્યો હતો.

મૃતક યુવકે લખેલી મનાતી સ્યુસાઇટ નોટમાં પત્નીને સંબોધી તેના ત્રાસના કારણે તેમજ તેને મદદગાર સસરાના કારણે અંતિમ પગલુ ભરી રહયો હોવાના સાથે પત્નીના નામનો ઉલ્લેખ કરી જીદ પુરી કરવા અને પરીવારથી અલગ રહેવાના ઇરાદાથી ત્રાસનો ઉલ્લેખ કર્યો હોવાનુ બહાર આવ્યુ છે.વૃધ્ધ માતાને છોડી અલગ રહેવાની જીદનો ઉલ્લેખ કરી તેને સસરા પણ મદદ કર્યાનું લખ્યુંુ હતુ. મૃતકના પત્ની હાલ રીસામણે રાજકોટમાં રહેતા હોવાનુ તેમજ તે ભરણપોષણ પણ ચુકવતો હોવાનો ઉલ્લેખ ચિઠ્ઠીમાં કર્યો છે.

જયારે આ સ્યુસાઇડ નોટમાં એવી પણ અંતિમ ઇચ્છા તેણે લખેલી જોવા મળે છેકે,મારી લાશને મારી પત્નીને સોંપી દેવામાં આવે,જે કાંઇ પણ મારી પાસે વસુલવાની તેની ઇચ્છા હોય તે મારી લાશમાંથી વસુલી લ્યે.

અન્ય સમાચારો પણ છે...