નજીવી વાતમાં માઠું:પતિએ સહેલીને ઉછીના પૈસા ન આપતા પત્નીનો ગળાફાંસો

જામનગર5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જામનગરમાં અજાણ્યા વૃદ્ધની લાશ મળી

શહેરના ગોકુલનગરમાં ગુરૂવારે ગળાફાંસો ખાઈ આપઘાત કરનાર પરિણીતાએ પતિ પાસે બહેનપણીને આપવા રૂા.5 હજાર ઉછીના માગ્યા હતા જે પતિએ ના આપતા માઠું લાગી આવતા આપઘાત કર્યો હોવાનું પોલીસમાં જાહેર થયું છે. સહેલીને ઉછીના પૈસા ન આપવા જેવી સામાન્ય બાબતમાં માઠું લગાડીને મહિલાએ આવું આત્મઘાતી પગલું ભરી લીધુ હોવાની ઘટનાએ ચકચાર જગાવી છે. જ્યારે શહેરના સરલાબેન ત્રિવેદી આવાસ પાસેથી અજાણ્યા વૃદ્ધનો મૃતદેહ મળી આવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

જામનગર શહેરના ગોકુલનગર-મયુરનગર શેરી નં.4માં રહેતી મિતલબેન પરેશભાઈ પાઠક (ઉ.વ.23) નામની પરિણીતાએ ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો હતો. પોલીસ તપાસમાં તેના પતિએ જણાવ્યું હતું કે, મિતલબેને તેના પતિ પાસે તેની બહેનપણીને રૂા.5 હજાર ઉછીના આપવા પતિ પાસે માગ્યા હતા જે પતિએ ના આપતા તેણીને માઠું લાગી આવતા ઘરે પોતાના હાથે છતના પંખાના હુંકમાં ચુંદડી બાંધી ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોવાનું જાહેર થયું છે.

જ્યારે બીજા બનાવમાં શહેરના સરલાબેન ત્રિવેદી આવાસની સામે અજાણ્યા પુરૂષની લાશ પડી હોવાની માહિતી પોલીસને મળતા પોલીસ ત્યાં દોડી ગઈ હતી ત્યાં તપાસ કરતા કોઈ અજાણ્યો વૃદ્ધ 60થી 65 વર્ષની ઉંમરનો મૃત હાલતમાં મળી આવતા પોલીસે તેની લાશનો કબજો સંભાળી તેની ઓળખ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા છે.

અન્ય સમાચારો પણ છે...