તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આડાસંબંધની આશંકાથી હત્યા:જામનગરમાં શાળાએ જઈ રહેલી શિક્ષિકા પત્નીને પતિએ રોકી, પત્ની કંઈ સમજે એ પહેલાં જ પતિએ છરીના ઉપરાછાપરી ઘા ઝીંકી દીધા

જામનગર5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શાળાએ જઈ પહેલી શિક્ષિકા પત્ની પર પાછળથી પતિનો હુમલો
  • પોલીસ દ્વારા ઘટનાની તપાસ હાથ ધરવામાં આવી

જામનગરમાં મહાપ્રભુજીની બેઠક નજીક આજે સવારે શાળાએ જતી શિક્ષિકા પત્નીને આંતરી લઇ પતિએ છરી વડે હુમલો કરી કરપીણ હત્યા નીપજાવી હોવાની ઘટનાથી સનસનાટી મચી ગઇ છે. પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી આરોપીને ઝડપી લીધો છે. બંને વચ્ચે લાંબા સમયથી ચાલતા ઝઘડાનો અંજામ હત્યાથી આવ્યો હોવાની વિગતો જાણવા મળી છે.

પત્ની પાસે રહેલી છરીથી જ પતિએ હત્યા નિપજાવી
નાના થાવરિયા ગામની સ્કૂલમાં શિક્ષિકા તરીકે નોકરી કરતા મૃતક આજે સ્કૂલે જવા નીકળ્યા હતા. મહાપ્રભુજી બેઠક પાસે મૃતક શિક્ષિકા બસની રાહ જોઈ રહ્યા હતા ત્યારે જ તેના પતિ પ્રફૂલ ત્યાં આવી પહોંચ્યો હતો અને મૃતક સાથે ઝઘડો શરૂ કર્યો હતો. આ સમયે મૃતક નીતાબેને પોતાના પર્સમાં શાકભાજી સુધારવા માટે જે છરી રાખી હતી તે કાઢી હતી. જે છરી તેની પાસેથી આરોપીએ ઝૂંટવી લીધી હતી અને નિતાબેન પર હુમલો કરી દેતા તે ઘટનાસ્થળ પર જ ઢળી પડ્યા હતા.

હત્યા પાછળ આડા સંબંધોની આશંકા કારણભૂત
પોલીસની પ્રાથમિક તપાસમાં આ મામલામાં આડાસંબંધની આશંકા કારણભૂત હોવાનું જાણવા મળ્યું છે. મૃતક શિક્ષિકાને તેનાથી નાની ઉમરના કોઈ યુવક સાથે આડાસંબંધ હોવાની તેના પતિને આશંકા હતી. જેને લઈ બંને વચ્ચે છેલ્લા પંદર દિવસથી ઝઘડો ચાલી રહ્યો હતો. જેથી શિક્ષિકા ગુલાબનગર વિસ્તારમાં આવેલી વૃંદાવન સોસાયટીમાં તેમના પિતાના ઘરે રહેવા ચાલ્યા ગયા હતા. જ્યાંથી આજે શાળાએ જવા નીકળ્યા હતા ત્યારે આ બનાવ બન્યો હતો.

અન્ય સમાચારો પણ છે...