કાર્યવાહી:બેડમાં પત્નીને હથોડીના ઘા ઝીંકનારો પતિ જેલ હવાલે

જામનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ઈજાગ્રસ્ત મહિલાની હાલત અત્યંત નાજૂક

જામનગર તાલુકાના બેડ ગામે રહેતા અફસાનાબેન સલીમભાઇ સાટી ઉ.વ.30) નામની પરિણીતા પર ગત શનિવારે સવારે તેના પતિ સલીમ સાટીએ હથોડી વડે હુમલો કરી માથાના ભાગે પ્રહાર કરી હત્યાનો પ્રયાસ કર્યાની ફરીયાદ નોંધાઇ હતી.

જે બનાવમાં પોલીસે આરોપી પતિ સલીમ સાટીને રામ મંદીરના પાછળના વિસ્તારમાંથી દબોચી લીઘો હતો જેનો કોવિડ રીપોર્ટ નેગેટીવ આવતા ધરપકડ કરી પુછપરછ હાથ ધરી હતી. પોલીસે હુમલાના આ બનાવમાં વપરાયેલી હથોડી કબજે કરી હતી.પોલીસ પુછપરછમાં અવાર નવાર ઝઘડાના કારણે કૃત્ય કર્યાની કબુલાત પણ આરોપીએ આપી હતી.

પોલીસે તેને કોર્ટમાં રજુ કરતા જેલહવાલે કરાયો છે. જયારે જીવલેણ હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા અફસાનાબેનની હાલત હજુ પણ નાજુક હોવાનું તબીબી સુત્રોએ જણાવ્યુ હતુ.તેણી પણ સર્જરી પણ કરાઈ હોવાનુ ઉમેર્યુ હતુ.

અન્ય સમાચારો પણ છે...