કોર્ટનો નિર્ણય:ચઢત ભરણપોષણ ચૂકવવાનો ઈન્કાર કરનાર પતિને 120 દિવસની જેલ સજા

જામનગર12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મહિલાએ પતિ સામે પોલીસ ફરિયાદ કરી’તી બાદમાં કોર્ટ કેસ

જામનગરની એક પરિણીતાએ ચડત ભરણપોષણ મેળવવા સિક્કામાં રહેતા પતિ સામે અરજી કર્યા પછી અદાલતે ચઢત રકમ ચૂકવવાનો ઈન્કાર કરનાર પતિને 120 દિવસની કેદની સજા ફટકારી છે. જામનગરના હાજરાબેન નામના મહિલાના નિકાહ સિક્કાના કાસમ હારૂન સુંભણીયા સાથે થયા પછી આ પરિણીતાને સાસરિયાઓએ ત્રાસ આપી માર માર્યા પછી પહેરેલા કપડે ઘરમાંથી કાઢી મૂકતા હાજરાબેને અદાલતમાં ડોમેસ્ટીક વાયોલન્સ એક્ટ હેઠળ કેસ કરી વચગાળાનું ભરણપોષણ માંગ્યું હતું.

તે અરજી અન્વયે અદાલતે વચગાળાના ભરણપોષણની રકમ ચૂકવવા હુકમ કર્યો હતો. તે રકમ ચડત થઈ રૂા.33,600 થતા તેની વસૂલાત માટે હાજરાબેને કોર્ટમાં અરજી કરી હતી. જે ચાલી જતા ચડત રકમ ચૂકવવાનો ઈન્કાર કરનાર પતિ કાસમ હારૂન સુંભણીયાને અદાલતે 120 દિવસની જેલની સજા ફટકારી છે.

અન્ય સમાચારો પણ છે...