આત્મહત્યા:પતિએ વતનમાં જવાની ના પાડતા પરિણીતાનો આપઘાત, ST બસના પાર્કિંગ પાસે વૃદ્ધનો મૃતદેહ મળ્યો

જામનગર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

લાલપુર તાલુકાના ગોદાવરી ગામની સીમમાં વાડી વિસ્તારમાં મજૂરી કામ કરતી યુવતીને તેણીના વતન જવા માટે પતિએ થોડા સમય પછી જવાનું કહેતાં મનમાં લાગી આવતાં ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતાં સારવાર દરમ્યાન મોત નિપજયું હતું. જામનગર શહેરમાં એસટી બસ સ્ટેન્ડમાં આવેલાં ટુ-વ્હીલર પાકિંગ પાસેથી ભિક્ષુક વૃધ્ધનો મૃતદેહ મળી આવતાં પોલીસે તપાસ હાથ ધરી હતી.

લાલપુર તાલુકાના ગોદાવરી ગામની સીમમાં આવેલી વાડીમાં મજૂરી કામ કરતી રાજલબેન કૈલાશ ગૌસ્વામી (ઉ.વ.24) નામની પરણિત યુવતીને તેણીના વતનમાં જવાનું હોય જેથી પતિને કહેતાં પતિએ હાલમાં કપાસનું કામ ચાલુ હોય માટે થોડા સમથ પછી વતનમાં જવાનું કહેતાં મનમાં લાગી આવતાં રાજલબેને બુધવારે બપોરના સમયે તેના ખેતરે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતાં સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

જયાં તેણીનું સારવાર કારગત નિવડે તે પૂર્વે મોત નિપજયું હતું. બીજો બનાવ જામનગર શહેરમાં એસટી બસ સ્ટેન્ડમાં આવેલાં ટુ-વ્હીલર પાર્કિંગ નજીક ભિક્ષુક જેવાં લાગતા 65 વર્ષના અજાણ્યા વૃધ્ધ બે શુધ્ધ હાલતમાં મળી આવતાં આ અંગે કોન્ટ્રાકટર પ્રફુલસિંહ ચૌહાણ દ્વારા જાણ કરતાં હેકો. આર.ડી.ગાંભવા તથા સ્ટાફે વૃધ્ધને જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં જયાં તેનું મોત નિપજયાનું તબિબોએ જાહેર કર્યું હતું. જેના આધારે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...