હુકમ:જામનગરમાં પત્નીને ભરણપોષણની ચડત રકમ નહીં ચૂકવનાર પતિને જેલ

જામનગર6 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • સજા સમયે પતિ હાજર ન હોય વોરંટ કાઢી પોલીસને મોકલી અપાયું

જામનગર શહેરના દિગ્વિજય પ્લોટ વિસ્તારની શેરી નં.58 માં રહેતા મનોજભાઈ ત્રિભોવનભાઈ લખીયર સામે તેમના પત્ની હીનાબેન પ્રભુભાઈ નંદાએ પોતાનું તથા ચાર સંતાનનું ભરણપોષણ મેળવવા અદાલતમાં અરજી કરી હતી. અદાલતે દર મહિને કુલ રૂ.5100 ચૂકવવા મનોજ લખીયરને હુકમ કર્યો હતો.

આ હુકમ સામે હીનાબેને નારાજ થઈ સેશન્સ કોર્ટમાં અપીલ કરી હતી. તે અપીલ ચાલી જાય તે દરમિયાન એક પુત્ર પુખ્ત વયનો થઈ જતા અદાલતે તેનું ભરણપોષણ રદ્દ કરી હીનાબેન તથા ત્રણ સંતાનનું રૂ.10 હજાર નું ભરણપોષણ મંજુર કર્યું હતું.

તે પછી પતિ મનોજભાઈએ 27 મહિના સુધી ભરણપોષણ નહીં ચૂકવતા ચડત થઈ ગયેલી રૂ.2,38,000 ની રકમ વસૂલ મેળવવા હીનાબેને ફરીથી અદાલત સમક્ષ દાદ માંગી હતી. આ અરજી અન્વયે અદાલતમાં હાજર ન થતા મનોજ લખીયર વોરંટ ની બજવણી પણ ટાળતા રહેતા હોય. અદાલતે ચડત ભરણપોષણ ચૂકવવામાં નિષ્ફળ ગયેલા મનોજ લખીયર ને 405 દિવસની કેદનો હુકમ કર્યો છે. સજાના હુકમ વેળાએ પણ આરોપી હાજર ન હોય તેની સામેનું વોરંટ ઈસ્યુ કરી પોલીસને મોકલી આપવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...