હુકમ:પત્ની બીજા સાથે લીવ-ઈનમાં રહેતી હોય તો પતિ છૂટાછેડાનો હકદાર: કોર્ટ

જામનગર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • યુવકના આપઘાત બાદ બાળકીને રમાડવા દેવાની યુવકની માતાએ કરેલી અરજી ગ્રાહ્ય

જામનગરની ફેમીલી કોર્ટ દ્વારા બે લીવ-ઈન રીલેશનશીપવાળા કિસ્સામાં હુકમ કરાયો છે. એક કેસમાં લવ મેરેજ કરનાર યુવતીએ બે બાળકો થઈ ગયા બાદ લીવ ઈન રીલેશનમાં કોઈ સાથે રહેવા લાગી હતી. આ અંગેનો કરાર પતિએ અદાલતમાં રજુ પતિની છુટાછેડાની અરજી આદાલતે મંજુર કરી છે. શહેરમાં એક યુવક અને યુવતીએ પ્રેમ લગ્ન કર્યા બાદ દંપતીને સંતાનમાં બે પુત્રો થયા હતા. લગ્ન બાદ પત્નીની કાર ડ્રાઈવીંગ શીખવાની ઈચ્છા હોવાથી પતિએ તેને મોટર ડ્રાઈવીંગ સ્કુલમાં જવા મંજૂરી આપી હતી.

આ દરમિયાન કાર શિખવાડનાર સાથે યુવતીની આંખ મળી ગઈ હતી અન તેણી ડ્રાઈવીંગ શીખવનાર સાથે લીવ ઈન રીલેશનશીપમાં રહેવા લાગી હોવાનો કરાર પતિએ અદાલતમાં રજુ કરીને છુટાછેડાની માંગણી કરી હતી. અદાલતે નોટરી અને કરાર કરનાર વકીલ સહિત બંન્ને પક્ષોને સાંભળીને પતિને છુટાછેડા લેવાનો અધિકાર હોવાની દલીલો ગ્રાહ્ય રાખી પતિની છુટાછેડાની અરજી મંજુર કરી હોવાનું સામે આવ્યું છે. બીજી તરફ અન્ય કેસમાં લીવ ઈન રીલેશનશીપમાં રહેતા એક યુવક યુવતીને પુત્રી જન્મી હતી. બાદમાં કપલ વચ્ચે અણબનાવ પછી યુવતી બાળકીને લઈને માવતરે ચાલી હતી.

આ સમયગાળા દરમિયાન યુવકે આપઘાત કરી લીધો હતો. આ બનાવ બાદ યુવકની માતા તેમજ ભાઈએ ફેમીલી કોર્ટમાં બાળકીને રમાડવા દેવાની અરજી કરી હતી.જે અદાલતે ગ્રાહ્ય ગણીને મહિનામાં એક વખત દોઢ કલાક રમાડવા દેવા અને ઉનાળુ વેકેશનમાં બાળકીને લઈ જવા દેવાની મંજુરી આપી છે.

અન્ય સમાચારો પણ છે...